સુરતમાં પિતાવિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર સમાજસેવક ઉદ્યોગપતિ મહેશ સવાણીએ ગત મોડી રાતે હૃદયમાં દુખાવાની ફરિયાદ તેમના મિત્રો અને પરિવારજનોને કરી હતી. ત્યાર બાદ વધુપડતો હૃદયમાં દુખાવો થતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાં તેમને હાર્ટ-એટેક આવ્યા હોવાનું કહ્યું હતું. હાર્ટ-એટેક આવતાંની સાથે જ હાલ ડોક્ટરો દ્વારા તેમને સારવાર આપવામાં આવી રહી છે. પી પી સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારના લોકો અને શુભેચ્છકો તેમની તબિયત જાણવા માટે પહોંચ્યા છે. જોકે ડોક્ટરોના કહેવા મુજબ હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરિવાર ચિંતામા મુકાયો
મહેશ સવાણીની એકાએક તબિયત લથડતાં તેમના પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના સભ્યો વલ્લભભાઈ સવાણી સહિતના તમામ લોકો અત્યારે હોસ્પિટલે પહોંચ્યા છે. ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સવારે ડૉક્ટરોએ તપાસ્યા બાદ તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેતાં પરિવારજનોમાં થોડો હાશકારો જોવા મળી રહ્યો છે.
ICUમાં શિફ્ટ કરાયા
વિપુલ તળાવિયા પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે લગભગ છેલ્લા 2 દિવસથી તેમની તબિયતને લઈને થોડી તકલીફ જણાતી હતી. ગઈકાલે સવારે મહેશભાઈએ અગાઉથી જ તેમની પત્નીને પણ કહ્યું હતું કે તેમને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે તેમજ સવારે તેમના બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા. તો બપોરે શુગર હાઈ આવ્યા બાદ તેમને સાંજના સમયે પી. પી. સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા. ત્યાં કાર્ડિયોલોજિસ્ટ ડો. સંજયભાઈ વાઘાણી દ્વારા તેમનું નિદાન થતાં પરિવારજનો પૈકી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર હોવાથી તેમને હૃદયનો એટેક આવ્યો હોવાની જાણ થતાં જ તેમને તરત એડમિટ કરીને એ સંદર્ભે વિશેષ સારવાર શરૂ કરવામાં આવી હતી.. તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!