
ક્રિસમસની તહેવાર આવી ગયો છે અને આની પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે જેનો ક્રિસમસ સાથે સીધો સંબંધ છે. ક્રિસમસ પહેલાં દુનિયાનો પહેલો એસએમએસ 149729 ડોલર એટલે કે અંદાજે 1.13 કરોડ રૂપિયામાં વેચાયો છે. આ એસએમએસને પેરિસમાં એક હરાજી દરમ્યાન વેચાયો. તેને એક નોન ફંજિબલ ટોકન (Non-Fungible Token) એટલે કે એનએફટી પર વેચાયો છે. આ મેસેજ ‘Merry Christmas’ 3 ડિસેમ્બર, 1992ના રોજ બ્રિટિશ પ્રોગ્રામર નીલ પેપવર્થના યુકે ટેલિકોમ્યુનિકેશન કંપની વોડાફોન (Vodafone) ના તત્કાલીન ડાયરેકટર રિચર્ડ જાવિર્સને મોકલ્યો હતો.
6 કિલોના ફોન પર વાંચવામાં આવ્યો હતો SMS?
જાર્વિસે આ મેસેજ 6 કિલોનો ઑર્બિટલ 901 ફોન પર કંપનીમાં ક્રિસમસના અવસર પર આયોજીત કાર્યક્રમમાં રિસીવ કરાયો હતો. મેસેજ મોકલનાર અસલી કોમ્યુનિકેશન પ્રોટોકોલની નકલને NFT કહેવાય છે. તેણે કોને ખરીદ્યું છે તેની માહિતી હજી સુધી જાહેર કરાઇ નથી. કહેવાય છે કે ખરીદનાર શખ્સે ચૂકવણી ક્રિપ્ટોકરન્સી ઇથરમાં કરી છે. શખ્સને એક ડિજિટલ ફ્રેમ પણ અપાશે, જેમાં મેસેજ રિસીવ થતા 3D એનિમેશન હશે.
વોડાફોન (Vodafone) માટે ડેવલપ થયો હતો પહેલો મેસેજ
પેપવર્થ અને તેમના સાથી પોતાના ક્લાયન્ટ વોડાફોન (Vodafone) માટે એક પ્રકારનું કોમ્યુનિકેશન ડેવલપ કરવાની કોશિશ કરી રહ્યા હતા, તેનાથી યુઝર્સ એકબીજાને ફોનથી મેસેજ મોકલી શકે. અચાનક તેમણે એક એવો કોડ બનાવી લીધો જેના દ્વારા વોડાફોન (Vodafone) ના નેટવર્કનો ઉપયોગ કરતાં મેસેજ મોકલવો હકીકત બની ગયો. આજે આ આવિષ્કારના લીધે દુનિયાભરમાં ઘણા બધા કામ એસએમએસ (SMS) થી થાય છે.
વિચાર્યું નહોતું મેસેજિંગ આટલું બધું લોકપ્રિય થઇ જશે
પેપવર્થ કહે છે કે 1992ની સાલમાં તેમને એ વાતનો અંદાજો સુદ્ધાં નહોતો કે આવનારા દિવસોમાં મેસેજીંગ કેટલી લોકપ્રિય થઇ જશે. તેમણે એ પણ વિચાર્યું નહોતું કે આવનારા સમયમાં ઇમોજી અને મેસેજીંગ એપ્સની ભરમાર થઇ જશે જેનો ઉપયોગ લાખો લોકો કરશે. તેમણે તાજેતરમાં જ પોતાના બાળકોને કહ્યું હતું કે તેમણે જ આ મેસેજ સૌપ્રથમ મોકલ્યો હતો. હવે જૂના સમયને યાદ કરે છે તો ખબર પડે છે કે મોબાઇલના ઇતિહાસમાં મારી તરફથી મોકલાયેલો ક્રિસમસ મેસેજ એક અગત્યનો સમય હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!