CM ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર સમાજના આગેવાનો ની સાંજના 6 વાગ્યે બેઠક, નવા જૂનીનાં એંધાણ

ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. પાટીદાર CM બનતા જ પાટીદાર સમાજ સક્રિય થયો છે. પાટીદાર સમાજના ધાર્મિક અને સામાજિક વડાઓ સાથે CMની મોટી બેઠક યોજશે. આજે સાંજે 6 કલાકે રાજભવન ખાતે મહત્વની બેઠક યોજશે.

2022ની ચૂંટણી પહેલાં ફરી એક મંચ પર જોવા મળશે પાટીદાર સમાજ

2022ની ચૂંટણી પહેલાં પાટીદાર સમાજ ફરી એક મંચ પર જોવા મળશે. લેઉવા-કડવા પાટીદાર સમાજના તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ એક સાથે મળશે CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. ખોડલધામ અને ઉંઝા ઉમિયા ધામના ટ્રસ્ટીઓ અને આગેવાનો સાથે CM મહત્વની બેઠક કરશે.

હાર્દિક પટેલ
 હાર્દિક પટેલ

પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા કરાશે ચર્ચા

અત્યાર સુધીમાં પાટીદાર સમાજની થયેલી ચર્ચાના મુદ્દાને લઇને જરૂરી વાતચીત થશે. આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો પર થયેલા કેસ પણ પરત ખેંચવા CMને રજૂઆત કરવામાં આવશે.

આગેવાનો
 આગેવાનો

 

CM સાથે બેઠકમાં હાજર રહેનારા આગેવાનો

  1. નરેશ પટેલ, ખોડલધામ
  2. મણીભાઈ મમ્મી, ઊંઝા ઉમિયાધામ
  3. બાબુ જમનાદાસ પટેલ
  4. જયરામ પટેલ, સિદસર મંદિર
  5. દિલીપ નેતા, ઉંઝા મંદિર
  6. વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
  7. રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
  8. દિનેશ કુંભાણી, ખોડલધામ

Source :- GSTV

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *