રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે મોટુ નિવેદન આપ્યું,જુઓ સમગ્ર વિગતો

Naresh patel pc

 

  • ખોડલધામના ટ્રસ્ટીઓની બેઠક પૂર્ણ થઇ

  • રાજકારણ પ્રવેશમાં વધુ એક મુદ્દત પડી શકે છે

  • રાજકારણમાં આવું તો મારે ચેરમેન પદ છોડવું પડે – નરેશ પટેલ

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં આવશે કે નહી તે અંગે હજી પણ તારીખ પર  તારીખ આવી રહી છે. હવે નરેશ પટેલ પોતાના તમામ જિલ્લાઓના પ્રવાસ બાદ આ અંગે નિર્ણય કરીશ તેમ જણાવ્યું હતું. આજે સાંજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે તેમણે પત્રકાર પરિષદ કરી હતી. આ અગાઉ તેઓ ટ્રસ્ટીઓની બેઠકમાં પણ હાજર રહ્યા હતા. જો કે પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, જો હું રાજકારણમાં આવુ છુ તો મારે ખોડલધામના ટ્રસ્ટી પદ પરથી રાજીનામું આપવું જ પડે.   

નરેશ પટેલે જણાવ્યું કે, હું દરેક પક્ષના લોકો સાથે સંપર્કમાં છું. દરેક નેતાઓ મારા સંપર્કમાં પણ છે. હું રાજકારણમાં જોડાવા ઇચ્છું છું તેમાં કોઇ બેમત નથી. જો કે રાજકારણમાં આવું તો મારે ટ્રસ્ટીપદ છોડવું જ પડે. શિવરાજે શું કરવું તે તેની અંગત ઇચ્છા છે. હું પ્રશાંત કિશોરને મળવાનો હતો પરંતુ મળ્યો નથી. જો કે પ્રશાંત કિશોર પહેલાથીજ મારા સારા એવા મિત્ર છે. આ ઉપરાંત હાલ તો સમાજની સમિતી રિપોર્ટ તૈયાર કરી રહી છે. હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો છે.   

 

જો કે કેટલાક દિવસમાં તેઓ નિર્ણય જાહેર કરશે તે હજી નક્કી નહી હોવાનું જણાવ્યું હતું. હું તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે હાજર થયો છું. સમાજના લોકોનો આગ્રહ છે કે હું ચેરમેન પદ ન છોડું પરંતું જો રાજકારણમાં આવુ છું તો મારે ચેરમેન પદ ન છોડવું જોઇએ. જો કે રાજકારણમાં જોડાવાની પ્રક્રિયા ઘણી લાંબી છે અને તેમાં હજી વાર લાગશે. પ્રશાંત કિશોરને મળ્યો છું તે વાત ખોટી છે. હાલમાં કોઇને મળ્યો નથી. 

 

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *