લેઉવા પટેલ ના આસ્થા નું પ્રતીક ખોડલધામ ના આગામી જાન્યુઆરી મહિનામાં ૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેમને લઈ ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ દ્વારા લાખો લેઉવા પાટીદારો એક મંચ આવશે
ખોડલધામ કાગવડ લેઉવા પાટીદાર માટે એક આસ્થાનું કેન્દ્ર મનાય છે. ત્યારે ફરી એક વખત રાજ્યના તમામ લેઉવા પાટીદાર એક સાથે લાવવાનો માટે ભવ્યથી અતિ ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યું છે.
નરેશ પટેલ દ્વારા આગામી સમય માં ખોડલધામ ના ૫ વર્ષ પૂર્ણ થવાને લઈ સૌરાષ્ટ્રના અલગ – અલગ જિલ્લા નો પ્રવાસ ખેડીને તમામ લોકો ને આમંત્રણ આપવા જઈ રહ્યા છે. હાલ માં જ આ પ્રંસગે જુનાગઢ, રાજકોટ અને અમરેલી અને બીજા જિલ્લા નો પ્રવાસ શરૂ કરી દેવામાં આવ્યું છે.
કાગવડ ખાતે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા અને પાંચ વર્ષ પૂર્ણ થવાનું શાનદાર ઉજવણી માટે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને આગામી સમય એટલે કે જાન્યુઆરી મહિનામાં ખોડલધામ ખાતે લેઉવા પાટીદારોનો ભવ્ય કાર્યકમો યોજાવાનો છે. જેમને લઈ અત્યારે થી જ તડામાર તૈયારી શરુ કરી દેવાઈ છે.
સૂત્રો અનુસાર, ખોડલધામ કાગવડ ખાતે 3-4 દિવસ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજવાનો છે
આ સાથે સમગ્ર લેઉવા પટેલ એક મંચ પાર આવશે અને આગામી વર્ષ ૨૦૨૨ માં રાજ્ય ની ચૂંટણી આવી રહી છે આ પ્રંસગે ચૂંટણી નો માહોલ ચર્ચાય તો નવાઈ નહિ.
વધુ માં રાજ્ય માં આગામી વર્ષ ૨૦૨૨ ની ચૂંટણી પણ યોજાવવા જઈ રહી છે.અને તેમાં તમામ પાર્ટીઓ પોતાની રીતે તડામાર તૈયારી અત્યારથી જ શરુ કરી દેવાઈ છે.
ગુજરાત રાજ્યમાં પાટીદારોનું વર્ચસ્વ પહેલા થી જ રહયું છે. ત્યારે આગામી 2022ની ચૂંટણી આવી રહી છે. તે પહેલા ફરી એકવાર પાટીદારોએ ભેગા થઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!