બોટાદના સરવા ગામમાં ખજૂરભાઈ 22 વર્ષિય માનસિક પીડિત યુવક ની વ્હારે આવ્યા,જુઓ સમગ્ર વિગતો

ગુજરાત (Gujarat)ના યુટ્યૂબર(YouTuber) ખજૂરભાઈ(Khajurbhai) એટલે નીતિન જાની(Nitin Jani). તેઓ યુટ્યૂબરની સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે. આખા ગુજરાતમાં તેઓ હાલ લોકપ્રિય બન્યા છે. કેટલાય લોકોના ઘર બનાવી આપ્યા તો કેટલાય લોકોને મદદરૂપ થયા તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. તેમના આ કાર્યએ તેમને ગુજરાતના સોનુ સૂદ(Sonu Sood) બનાવી દિધા છે. ત્યારે હવે ખજૂરભાઈએ ફરી લોકોના દિલ જીત્યા છે.કારણ કે, એક 22 વર્ષના યુવાનની તેમણે મદદ કરી. આ કોઈ સ્ટંટ નથી. ન તો કોઈ સુટિંગ ચાલી રહ્યું છે. પરંતુ જે યુવાન નગ્ન અવસ્થામાં હુમલો કરી રહ્યો છે. તેનું નામ મહેશ અણીયારીયા છે. અને છેલ્લા 6 વર્ષથી બાવળના ઝાડની નીચે કપડા વગર જીવી રહ્યો છે. અને ત્યાંથી ક્યાંઈ જઈ પણ નથી શક્તો. કારણ કે, તેને બાંધીને રાખવામાં આવ્યો છે. પરંતુ જ્યારે આ વાતની જાણ થઈ તો. કોમેડી સ્ટાર અને ગરીબોના આધાર એવા ખજૂરભાઈ આ યુવાનની મદદ દોડી ગયા.

જાણવા મળેલ મુજબ , તેઓએ બોટાદ જિલ્લાના સરવા ગામમાં માનસિક રીતે અસ્થિર યુવાનની મદદ કરી તેના પરિવારને ઘરનું ઘર બનાવી આપી માનવતાની મિસાલ કાયમ કરી છે. બોટાદ જિલ્લાનું સરવા ગામ બોટાદથી 30 કિલોમીટર દૂર તેમજ સાળંગપુરથી 40 કિલોમીટર દૂર સ્થીત છે. મળતી માહિતી અનુસાર, આ ગામના મહેશ અણિયાણિયા નામનો 22 વર્ષીય યુવક 6 વર્ષથી બાવળના વૃક્ષ નીચે બંધાઈને રહેતો હતો.

ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસાનો વરસાદ પણ તેને આ વૃક્ષને જ વળગી જીવન ગુજારવું પડતું હતું. આજ દિન સુધી તેને અને તેના પરિવારને કોઇએ પણ મદદ કરવાની કોશિશ ન હોતી કરી. તેનો પરિવાર પણ ઘણી વાર લોકો પાસે મદદ માંગી ચૂક્યો છે. પરંતુ દયનીય સ્થિતિમાં પરિવારની પડખે કોઈ વહારે આવ્યું નહીં. બોટાદ તાલુકાનું છેવાડે આવેલા સરવા ગામે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવનાર પ્રાગજીભાઈ કે જેઓને બે દીકરા છે અને એક દીકરી અને પત્ની છે.

 

મહેશના પિતા પ્રાગજીભાઈના કહેવા મુજબ, ‘મહેશ છેલ્લાં 6 વર્ષથી નગ્ન અવસ્થામાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં રહે છે. તેની માનસિક સ્થિતિ પણ ખૂબ ખરાબ છે.’ તેના મા-બાપની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે. અત્યારે સુધી કોઇ પણ વ્યક્તિ તેમની વ્હારે આવ્યું નહીં. આવાં ખરા સમયે ગરીબ અને દુ:ખિયા લોકો માટે મસીહા બનીને વ્હારે આવ્યા છે ખજૂર ઉર્ફે નીતિન જાનીએ આ ઘટનાની જાણ થતા જ તેઓ તે છોકરાને અને તેના પરિવારને મદદ કરવા દોડી પહોંચ્યા. ખજૂરભાઈએ 22 વર્ષીય મહેશની આ હાલત જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું.

ખજૂરભાઈ બનાવી આપશે પરિવારને આશરો
ખજૂરભાઈ આ ગામમાં પહોંચ્યા એટલે તેમણે પરિવારની સ્થિતિ અને સમસ્યા જાણી. આજદીન સુધી આ પરિવારની કોઈ મદદે નથી આવ્યું. પરંતુ ખજૂરભાઈએ આ પરિવારની જરૂરીયાત એટલે કે, ઘર, પાણી અને વીજળીની સુવિધા 2 જ દિવસમાં ઊભી કરી આપવાનું વચન આપ્યું. અને હાલમાં તેની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે ખજૂરભાઈ શું કહે છે જરા સાંભળો.જુઓ વિડિયો.. 

ખજૂરભાઈએ પ્રાગજીભાઈ અને મહેશની મુલાકાત કરી હતી. આ દરમિયાન માનસિક રીતે અસ્થિર મહેશે પથ્થર ફેકવાની પણ કોશીશ કરી હતી પરંતુ કોમળ હ્રદયે ખજૂરભાઈએ તેને પાણી પિવડાવી સાંત્વના આપી હતી. ખજૂરભાઈની ટીમ દ્વારા હાલ મહેશ અને તેના પરિવાર માટે મકાન, પાણી અને લાઈટની વ્યવસ્થા કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ખજૂરભાઈની સરાહનીય સેવાભાવનાથી ગામના લોકો પ્રભાવિત થયા હતા. તેમજ ખજૂરભાઈની આ કામગીરી જોવા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા.

ખજૂરભાઈની દરિયાદિલીને સલામ
ખજુરભાઈ એટલે કે, નીતિન જાતિ 2021માં આવેલા તૌકતે વાવાઝોડાથી ખુબ ચર્ચામાં છે. કારણ કે, તેમણે તૌકતે વાવાઝોડાથી જ મદદની ઝૂબેશ શરૂ કરી છે. તૌકતે વાવાઝોડામાં પણ તેમણે બેસહારા લોકોના ઘર બાંધ્યા. અને જરૂરિયાતમંદ લોકો સુધી ખાવાથી માંડીને જરૂરી વસ્તુઓ પહોંચાડી. હાલતમાં પણ તેઓ સતત લોકોની મદદ કરતા રહે છે. આજના આ કળિયુગમાં કોઈપણ વ્યક્તિ પોતાના સ્વાર્થ સિવાય કોઈની મદદ નથી કરતો. પરંતુ આપણા ખજુરભાઈ નિશ્વાર્થ ભાવે લોકોની મદદ કરી રહ્યા છે. જે માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે. ત્યારે ડિજિટલ ગુજરાત ન્યૂઝ અને Kaltak24 ન્યૂઝ આ તેમના આ કાર્યને સલામ કરે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *