Gujarat Politics : વિજય રૂપાણી અને નીતિન પટેલ સરકારથી નારાજ, 3 કલાક સુધી મનાવાયા, શંકર સિંહ વાઘેલા સાથે મુલાકાત થઈ હોવાની ચર્ચાએ જોર પકડું છે..

Nitinpatel


 

નવા મુખ્યમંત્રીએ પદભાર ગ્રહણ કર્યાના ચોવીસ કલાકની અંદર જ ટોચના નેતાઓની નારાજગી ઉપરની સપાટીએ આવી ગઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આ નારાજ નેતાઓમાં છે. તેમની નારાજગી ખાળવા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ અને ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ત્રણ કલાક સુધી આ ત્રણ નેતાની નારાજગી દૂર કરવા જહેમત કરવી પડી હતી. બીજી તરફ નારાજ થયેલા નીતિન પટેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની આશંકા સેવાય  રહી છે.

આ બાજૂ રૂપાણી સરકારમાં ડેપ્યુટી સીએમ રહેલા નીતિન પટેલને સૌથી વધારે લોસ ગયો હોવાનું માનવામાં આવે છે. સો. મીડિયા પર તો ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા એના કરતા નીતિન પટેલનું વજન ઓછુ કરી નાખ્યું તેની ચર્ચાઓ વધારે ચગી છે. હાલમાં ગત રોજ એક મોટી ઘટના ઘટી ગઈ. જે અંતર્ગત નીતિન પટેલ સખ્ખત નારાજ હોવાનું સામે આવ્યુ છે.

નીતિન પેટલ સાથે અન્યાય થયો હોવાની ચર્ચાઓ જોર પકડતા આખરે નીતિન પટેલ શંકર સિંહ વાઘેલા સાથે મુલાકાત કરી હોવાની એક ચર્ચાએ જોર પકડી છે. મંગળવારે મોડી રાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોઈ અજાણ્યા સ્થળે મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બંને નેતા વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું હાલ ચર્ચાઈ રહ્યુ છે. આ વાતની ભાજપના કેટલાય મોટા નેતાઓને ખબર પડતા મોડી રાતે દોડાદોડી થઈ હતી. ભાજપના અમુક નેતાઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આપને જણાવી દઈએ કે, નીતિન પટેલ વર્ષોથી ભાજપ પક્ષને વફાદાર રહેલા નેતા છે. ત્યારે આ મુલાકાતને લઈને કેટલાય તર્ક વિતર્કો સેવાઈ રહ્યા છે

 

શંકરસિંહ સાથેની મુલાકાતને લઈ અનેક તર્કવિતર્ક

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મંગળવારે મોડી રાત્રે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કોઈ અજ્ઞાત સ્થળે મળ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાજપના કેટલાક ઉચ્ચ નેતાઓને આ મુલાકાતની આઈબી પાસેથી માહિતી મળતાં મોડી રાત સુધી પક્ષમાં દોડધામ મચી ગઈ હતી. ભાજપના સુત્રોએ આ માહિતીને સમર્થન આપ્યું હતું. નીતિન પટેલ વર્ષોથી ભાજપને વફાદાર રહ્યાં છે. તેથી તેમની આ મુલાકાતને કારણે અનેક તર્કવિતર્ક જોવા મળી રહી છે

સંતોષ યાદવે રૂપાણી અને નીતિન પટેલને ત્રણ કલાક સુધી મનાવ્યા

બપોરે અઢી વાગ્યા બાદ બંને રાષ્ટ્રીય સંગઠનના નેતા મુખ્યમંત્રી બંગલે આવ્યા હતા, જ્યાં પ્રથમ તેમણે રૂપાણી સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી. એ દરમિયાન નીતિન પટેલ, ચૂડાસમાને પણ અહીં બોલાવાયા હતા અને બીજા દોઢથી બે કલાક સુધી સંતોષ અને યાદવે તેમને કેન્દ્રીય નેતાગીરીનો સંદેશ પાઠવીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ આ નેતાઓની નારાજગી દૂર થઈ નથી. બેઠકમાં ભૂતપૂર્વ મંત્રીઓ કૌશિક પટેલ અને પુરુષોત્તમ સોલંકી પણ જોડાયા હતા. જોકે આ બંને નેતા સાથે સંતોષ કે યાદવે મુલાકાત કરી ન હતી, પરંતુ તેમણે રૂપાણી, પટેલ અને ચૂડાસમા સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો છે.

Vijay Rupani and Nitinpatel

આપને જણાવી દઈએ કે, 2017માં નીતિન પટેલને રૂપાણી સરકારમાં નંબર 2નું સ્થાન આપ્યું હોવા છતાં પણ તેઓ નારાજ રહેતા આખરે તેમને સરકારમાં નાણા વિભાગનો હવાલો સોંપીને તેમની નારાજગી દૂર કરવામાં આવી હતી. ત્યારે હવે આ સંજોગોમાં નીતિન પટેલ પાસેથી બધુ જ છીનવાઈ જાય અને તેમ છતાં પણ હસતા રહે તે વાત માનવામાં આવતી નથી.

 

નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મંત્રી તરીકે સામેલ થવા માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે તથા તેમને સરકારમાં નંબર-2નું સ્થાન અપાશે તેવી માહિતી  ઊડી છે. પરંતુ ભાજપના જ વરિષ્ઠ નેતાઓને આ વાત ગળે ઉતરતી નથી. ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ 2017માં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા પરંતુ તેમને ખૂબ મહત્ત્વનું ગણાતું એવું નાણાં ખાતું ન અપાતાં નીતિન પટેલ 3 દિવસ નારાજ રહ્યા હતા. આખરે તેમની વાત માનવી પડી અને તેમને નાણાં ખાતું આપીને મનાવી લેવાયા હતા. હવે આ સંજોગોમાં નીતિન પટેલ માત્ર મંત્રીપદ સ્વીકારી લે તેવું સમજી શકાય તેમ નથી. આ તરફ નીતિન પટેલને વિધાનસભામાં અધ્યક્ષ બનાવાય તેવી ચર્ચા પણ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *