ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને લઇ સૌથી મોટા સમાચાર, આ દિગ્ગજ નેતાના નામ પર વાગી શકે છે અંતિમ મહોર

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પક્ષના નવા પ્રમુખ એટલે કે સુકાની કોણ હશે. તેમજ વિપક્ષ નેતા કોણ હશે તે નામ પર છેલ્લા અનેક મહિનાઓથી અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામા પાર્ટીને સોંપી દીધા છે પરંતુ દિલ્હી હાઇ કમાન્ડ ગુજરાતના નવા સુકાની માટે કોઇની પસંદગી કરી શકી નથી.રાજ્યમાં કોંગ્રેસના નવા નેતાઓને લઈ દિલ્હીમાં આજે કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ ગુરુવારે મોડી સાંજે દિલ્હી પહોંચી ગયા હતા. રાહુલ ગાંધીના (Rahul Gandhi) નિવાસસ્થાને ગુજરાતના સિનિયર નેતાઓની બેઠક થવાની છે. જેમાં રાજ્યના પ્રભારી ડૉ. રઘુ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ, આ બેઠકમાંથી હાર્દિક પટેલ (Hardik Patel) અને જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) મિટિંગ કરીને બિહાર જવા રવાના થયા છે.

FCSBLgAXMAUi5aM
Gujarat Congress

ગુજરાત કોંગ્રેસ અંગે 2 દિવસમાં નિર્ણય લેવાનું રાહુલ ગાંધીએ વચન આપ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠકમાં રાહુલ ગાંધીએ વચન આપ્યું છે. જે નિર્ણય લેવાશે તે સારો અને તમામ લોકો માટે હશે તેવી રાહુલે ખાતરી આપી છે. ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ઘણા નવા લોકોને સ્થાન આપવાની રાહુલે વાત કરી છે.

ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક થયા પછી પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત તેજ થઈ છે. ત્યારે હવે બે દિવસમાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. જોકે, નવા પ્રમુખની જાહેરાત પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરી હતી. જ્યાં તેમણે આ વાત કરી હતી.

નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, સાંસદ અમીબેન યાજ્ઞિક, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, શૈલેષ પરમાર, પરેશ ધાનણી, હાર્દિક પટેલ અને નરેશ રાવલ સાથે રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે આજે દિલ્હીમાં મંથન થયું. ગુજરાતના 15 નેતાઓ સાથે રાહુલ ગાંધી વન ટુ વન ચર્ચા કરી હતી. પ્રમુખ માટે હાર્દિક પટેલ અને શક્તિશિહ ગોહિલનું નામ સૌથી આગળ છે. ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા પણ ચર્ચામાં છે. વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે શૈલેષ પરમાર અને પૂંજા વંશનું નામ આગળ છે.

ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા બાદ રાહુલ ગાંધી ગુજરાતના પ્રભારી રઘુ શર્મા સાથે બેઠક કરશે. બેઠક પછી ગમે ત્યારે પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ અંગે જાહેરાત થશે. નવા પ્રમુખ અને વિપક્ષના નેતા જાહેર થયા બાદ તેઓ બાકીની કમિટીઓ નક્કી કરશે. રાહુલ ગાંધી યુવા નેતાગીરીને પ્રોત્સાહન આપવાના મૂડમાં હોવાનો કોંગ્રેસના નેતાઓનો દાવો છે.

સિનિયર નેતાઓ સાથે થઇ રહી છે મિટિંગ

હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના 14 જેટલા સિનિયર નેતાઓ આ બેઠક માટે દિલ્હી પહોંચી ગયા છે. તેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ઉપરાંત અર્જુન મોઢવાડિયા, શકિતસિંહ ગોહિલ, તુષાર ચૌધરી, જગદીશ ઠાકોર, હિમતસિંહ પટેલ, નરેશ રાવલ વગેરેનો સમાવેશ થાય છે.

પક્ષમાં છે અલગ અલગ મંતવ્ય

હાલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો તાજ કોના માથે મુકવો તેનો નિર્ણય હાઇકમાન્ડ માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે. કારણ કે, આ નિર્ણય માટે પણ પક્ષમાં અલગ અલગ મંતવ્યો સામે આવી રહ્યા છે. પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત મોટા નેતાઓ પ્રમુખ માટે દાવેદારી કરી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસના એક જૂથનો બીજો સૂર ઉઠ્યો છે કે, દિલ્હી હાઇ કમાન્ડે નવા વ્યક્તિને ચાન્સ આપવો જોઇએ. જૂજ નેતાઓ જ જો પાર્ટી પ્રમુખ તરીકે રીપીટ થતા રહેશે તો નવા કોઇ ચહેરા આગળ વધી શકશે નહીં.

 

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!