ઇન્ડિયા પ્રીમિયર લીગ(IPL) ની અમદાવાદ ફ્રેન્ચાઇઝીનું નામ ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans) હશે.
- પહેલી પોસ્ટ શેર કરી ‘શુભારંભ’ લખ્યું
ગુજરાત ટાઇટલ્સ (Gujarat Titans) ની આગેવાની હાર્દિક પંડ્યા કરશે. તેને 15 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તેમણે ડ્રાફ્ટમાં પસંદ કરેલા અન્ય ખેલાડીઓ રાશિદ ખાન (રૂ. 12 કરોડ) અને શુભમન ગિલ (રૂ. 8 કરોડ) છે.
ગુજરાત ટાઇટલ્સે (Gujarat Titans) પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી રહેશે. વળી, કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશિષ નેહરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે.
Shubh Aarambh! #GujaratTitans
— Gujarat Titans (@gujarat_titans) February 9, 2022
🔊 Here’s more about our name, before you ‘Remember The Name’! 😊 #GujaratTitans pic.twitter.com/UA1KcjT1Hr
— Gujarat Titans (@gujarat_titans) February 9, 2022
અગાઉ રિપોર્ટ્સ પ્રમાણે આ ફ્રેન્ચાઈઝી ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે એવી માહિતી મળી હતી અને ચર્ચા પણ ચાલી રહી હતી. જોકે બીજી બાજુ જોવા જઈએ તો સોશિયલ મીડિયામાં આ ટીમના નામને લઈને ફ્રેન્ચાઈઝી ઘણી ટ્રોલ પણ થઈ હતી. તેવામાં ઘણા ફેન્સ ટીમનું નામ બદલવા પણ ટકોર કરી રહ્યા હતા. તેવામાં હવે ફ્રેન્ચાઈઝીએ ગુજરાતની જનતાને આવરી લેતા ગુજરાત ટાઈટન્સ નામ જાહેર કર્યું છે.
ટીમના નામ પર, હાર્દિક પંડ્યાએ કહ્યું: “પ્રમાણિક હોવું એ ખૂબ જ અદ્ભુત લાગણી છે, નામ ગમ્યું. અમારા પાત્રો બતાવે છે. તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે. જ્યારે હું ખુશી જોઉં છું, ત્યારે તમે મારા પરિવારને જાણો છો, તેઓ રહે છે. ગુજરાતમાં અને હું તેમની આંખોમાં જે પ્રકારનું ગૌરવ જોઉં છું, તેનો અર્થ ઘણો થાય છે. મારા માટે પણ એક મહાન તક છે. આ મારા માટે શીખવાની કર્વ બની રહેશે.”
Join Digital Gujarat News by clicking on the link below.
Subscribe to our Telegram channel.