પાકિસ્તાનમાં 8 વર્ષનું બાળક અયાનનો ટોયોટા ફોર્ચ્યુનર SUV ચલાવતો એક વીડિયો વાઇરલ થયો છે. અયાન સાથે તેની 10 વર્ષની બહેન અરીબા પણ છે. આ વીડિયો અત્યારસુધી 11 હજારથી વધુ જોવાઈ ચૂક્યો છે. લોકો એને પસંદ કરે છે. જોકે આ ગેરકાયદે છે, કારણ કે પાકિસ્તાનમાં પણ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે.
અયાન ઔર અરીબા શો ની યુટ્યૂબ ચેનલ
ગાડી ચલાવનારા 8 વર્ષના બાળકની ‘અયાન ઔર અરીબા શો’ નામથી એક યુટ્યૂબ ચેનલ છે, જેની પર આ વીડિયો ત્રણ સપ્તાહ અગાઉ અપલોડ થયો હતો. વીડિયોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે, ‘આજે અમે તમને દેખાડીશું કે કેવી રીતે એક 8 વર્ષનું બાળક ટોયોટા ફોર્ચ્યુનર ચલાવી શકે છે. જેમણે પણ અયાનને ગાડી ચલાવતો જોયો તેમને ભારે આશ્ચર્ય થયું.
યુઝર્સે કરી ટિપ્પણીઓ
યુટ્યૂબ પર વીડિયોને 11 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે. અનેક યુઝર્સે બાળકના ડ્રાઈવિંગને પસંદ કર્યું છે. કેટલાક લોકોએ ટિપ્પણીમાં લખ્યું- માશા અલ્લાહ, જ્યારે અનેક લોકોએ ટિપ્પણી કરીને ચિંતા વ્યક્ત કરી છે.
નિયમો હોવા છતાં બેદરકાર
જ્યારે ભારતમાં કાયદાકીય દૃષ્ટિએ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈસ્યુ કરવાની વાત આવે છે તો અનેક કાયદા તથા નિયમ લાગુ હોય છે. આ પૈકી મહત્ત્વના નિર્ણયો પૈકી એક એ છે કે ડ્રાઈવરની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત આંખની દૃષ્ટિ પણ યોગ્ય હોવી જોઈએ. ફિઝિકલ ફિટનેસ સંબંધિત માપદંડો પણ નક્કી હોય છે. પાકિસ્તાનમાં પણ ડ્રાઈવિંગ માટે આ પ્રકારના નિયમ છે. તેમ છતાં નિયમને લઈ બેદરકારી દાખવી 8 વર્ષનું બાળક ગાડી ચલાવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો