37 વર્ષના એક બિઝનેસમેને ખીચોખીચ ભરેલી ટ્રેનમાં એક મહિલાને કીસ કરી હતી અને જ્યારે કોર્ટમાં આ કેસ ચાલ્યો ત્યારે આરોપીએ પોકળ દલીલ કરીને છટકી જવાનો પ્રયાસ કર્યો પરંતુ કોર્ટે તેને 1 વર્ષ જેલની સજા અને 10 રુપિયાનો દંડ ફટકારીને પાઠ ભણાવ્યો હતો.
- મુંબઈની કોર્ટે એક બિઝનેસમેનને ફટકારી એક વર્ષની સજા
- બિઝનેસમેને ટ્રેનમાં મહિલાને કરી હતી કીસ
- બિઝનેસમેનની દલીલ-પાછળથી ધક્કો વાગતા મહિલાના ગાલ સાથે ટકરાયો
- કોર્ટે આરોપીની દલીલ ફગાવી કહ્યું,હોંઠ આપમેળે કોઈને ન સ્પર્શી શકે
આરોપીએ ટ્રેનમાં મહિલાના ગાલે કીસ કરી હતી
2015ની સાલમાં 37 વર્ષીય કિરણ હોનાવર નામનો બિઝનેસમેન ટ્રેનમાં સફર કરી રહ્યો હતો. કિરણ હોનાવર ટ્રેનમાં પીડિત મહિલાની સામે બેસી ગયો હતો અને તેને ઘુરતો રહ્યો હતો. ત્યાર બાદ તેણે પીડિતાને ગાલે કીસ કરી લીધી હતી. આ ઘટના બની ત્યારે મહિલાની સાથે તેના બે દોસ્તો પણ બેઠા હતા, તેઓ આ ઘટનાના સાક્ષી બન્યા હતા. આરોપીએ કીસ કરી લેતા મહિલાએ ચીસો પાડી હતી અને આને કારણે સહ પ્રવાસીઓએ આરોપીને મેથીપાક ચખાડ્યો હતો. કોર્ટમાં પણ સાબિત થયું હતું કે આરોપીએ મહિલાના જમણા ગાલ પર કીસ કરી હતી.
જાણીજોઈને કીસ કરી નથી,અજાણતા મહિલાના ગાલે હોંઠ અડી ગયા
આ કેસમાં કોર્ટમાં ચાલ્યો હતો. આરોપી કિરણે કોર્ટમાં એવી દલીલ કરી કે તેણે જાણી જોઈને મહિલાને કીસ કરી નથી પરંતુ બાજુના એક વ્યક્તિએ તેને ધક્કો માર્યો હતો અને તેને કારણે તે સામે બેઠેલી મહિલા પર પડી ગયો હતો અને તેના હોંઠ મહિલાને ગાલને સ્પર્શી ગયા હતા, તેણે જાણીજોઈને કરી નથી.
કોર્ટે આરોપીને કરી 1 વર્ષની સજા અને 10 હજારનો દંડ
આરોપી કિરણની આ દલીલ ગળે ન ઉતરતા કોર્ટે એવો ચુકાદો આપ્યો કે અજાણતા કોઈ વ્યક્તિના ગાલ મહિલાને સ્પર્શી શકતા નથી તમે જાણીજોઈને પીડિતાને કીસ કરી છે એટલ તમને દંડ તરીકે 1 વર્ષની જેલની સજા અને 10 હજાર રુપિયાનો દંડ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો