વિધાનસભાચૂંટણી નજીક આવતાં જ ગુજરાત ના તમામ પાટીદાર નેતાઓ થયા સક્રિય, PAAS અને SPG દ્વારા પડતર માગો સાથે બેઠકનું આયોજન કર્યું

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. રાજકીય પક્ષો દ્વારા અલગ-અલગ યાત્રાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યાં છે. રાજકીય માહોલનો લાભ થવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને શ્રી સરદાર પટેલ સેવાદળ સક્રિય થઇ ગયું છે. આગામી દિવસમાં PASS  અને SPG દ્વારા સંયુક્ત રીતે બેઠકનું આયોજન કરવામાં આવશે.

 

untitled 1631083676

હાર્દિક પટેલને પણ સાથે  આમંત્રણ આપવામાં આવશે

બેઠકમાં પાટીદાર અનામત આંદોલન આ સમયે જે કોઈ પણ એ પોતાની સક્રિય ભૂમિકા બજાવી હોય અને અત્યારે કોઈ પણ રાજકીય પક્ષમાં હોય તેમ છતાં પણ આ બેઠકમાં આવી શકશે. હાર્દિક પટેલ સહિતના ગુજરાત ના તમામ નેતાઓને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવશે. પાટીદાર હોય અને ભલે ગમે તે પક્ષ સાથે અત્યારે તેઓ જોડાઇ ચૂકેલ  હોય પરંતુ તેઓ પોતાના સમાજને સમર્થન આપવા માટે આ બેઠકમાં હાજર રહી શકે છે.

તમામ વચનો  કરવા પડશે છે પૂર્ણ –SPG

એસપીજી પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું કે, રાજકીય વાતાવરણ ઊભું થતું હોય ત્યારે સમાજના લાભ માટે માંગણી કરવી કઈ ખોટી બાબત નથી. અમે આગામી વિધાનસભા ને ધ્યાનમાં રાખીને અમે અમારી માંગણી મૂકનાર છે. જો નેતાઓને મત જોઈતા હશે તો તેઓ અમારી માગણી પૂરી કરશે. તમને મતની જરૂરિયાત હોય છે, ત્યારે તેઓ અમારી પાસે આવે છે. ત્યારે સમજાય છે કે, આપણા સમાજના મુદ્દાઓને ઉકેલ લાવવાની જરૂરિયાત છે. ત્યારે અમે આ સમયે તેમની પાસે જઈએ છે. સરકાર દ્વારા અને ભૂતકાળમાં વારંવાર વચનો આપવામાં આવ્યા છે. પરંતુ તેમણે વચનોનું પાલન કર્યું નથી. વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે અમારા વચનોને પૂર્ણ કરવા પડશે.

 

02 1631083681 1

પડતર પ્રશ્નોની ચર્ચા બેઠકમાં થશે-PASS

પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે વિધાનસભાની ઇલેક્શન સાથે અમને કોઈ લેવાદેવા નથી. સમયાંતરે આ પ્રકારની મીટીંગો કરતા જ રહીએ છીએ અને સમાજના પ્રશ્નો અંગે વિચાર-વિમર્શ કરતા હોઈએ છે. આજની બેઠકમાં પણ અમે જેટલા પડતર પ્રશ્નો છે તમામ પડતર પ્રશ્નોને લઇને ચર્ચા કરવાના છે અને તેનો ઝડપથી ઉકેલ આવે તેના માટે સરકારને રજુઆત કરવાના છે.

03 1631083689

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *