પાટીદાર અનામત આંદોલન મામલો: ચૂંટણી પહેલા પાટીદારો મુદ્દે સરકારનો મોટો નિર્ણય,સરકારે 10 કેસ ખેંચ્યા પરત

પાટીદાર અનામત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે તોફાન મામલે 10 કેસો પરત ખેંચ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે કેસ ખેંચવાનીપરત કામગીરી કરી છે, જેમાં હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી કરી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો નિર્ણય સામે આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમયે થયેલાં તમામ કેસ પરત ખેંચાયા છે. પાટીદાર નેતાઓ દ્વારા લાંબા સમયથી કરાયેલી માંગ સ્વિકારાઇ છે. ઉલ્લેખનિય છે કે વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર યુવાનો પરના કેસ પરત ખેંચાયા છે. સેશન્સ કોર્ટે 7 અને મેટ્રો કોર્ટે 3 કેસનો નિકાલ કર્યો છે. રાજ્ય સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. જેમાં 15 એપ્રિલે કેસ પરત ખેંચવા સુનાવણી હાથ ધરાશે.

  • પાટીદાર અનામત આંદોલનનો મામલો
  • રાજ્ય સરકારે તોફાનોના 10 કેસ ખેંચ્યા પરત
  • હાર્દિક પટેલ સામેના કેસ પરત ખેંચવાની કામગીરી
  • હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી

ક્યાંથી કેટલા કેસ પાછા ખેંચાયા: – અમદાવાદના કૃષ્ણનગરના બે કેસ – નરોડા, બાપુનગર, સાબરમતીના કેસ – રામોલ, નવરંગપુરા, શહેર કોટડાના કેસ – ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ રેલવેના કેસ

હાર્દિક પટેલ સામે કૃષ્ણનગરમાં બે કેસ નોંધાયા

કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ સામેના 2 કેસો પણ પરત ખેચવામાં આવશે. આ મામલે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે. હાર્દિક પટેલ સામે કૃષ્ણનગરમાં બે કેસ નોંધાયા છે. આ ઉપરાંત નરોડામાં 1, રામોલમાં 1, બાપુનગરમાં 1 ,ક્રાઈમ બ્રાંચમાં 1, અમદાવાદ રેલ્વેમાં 1, સાબરમતીમાં 1, નવરંગપુરામાં 1 અને શહેર કોટડામાં એક કેસ પરત ખેંચવામાં આવશે..

જાણો શું હતો પાટીદાર અનામતનો સમગ્ર મામલો:

25 ઓગસ્ટ 2015ની સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ અને ત્યારબાદ રાજ્યસભરમાં ભડકેલી હિંસાએ કરફ્યુ મુક્ત ગુજરાતની ઓળખ ગુમાવી હતી. જેમાં પાટીદારોની વસ્તી ધરાવતા અમદાવાદ, રાજકોટ, મોરબીથી માંડીને મહેસાણા, સુરતના ઘણા વિસ્તારોમાં કરફ્યુ લગાવાયો હતો.

વધુમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દમન બાદ રાજ્યભરમાંથી આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. તેમજ ઠેર-ઠેર સરકારી મિલકતોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. તેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોય તેવુ સ્પષ્ટ જોવા મળ્યું હતુ. તથા અંદાજે 9 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ગયું હતુ. તથા એક જ દિવસ નહી દિવસોના દિવસો સુધી ગુજરાતમાં વર્ષો બાદ અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી. જેમાં પણ ખાસ કરીને જ્યારે પોલીસ દ્વારા પાટીદારોની સોસાયટીમાં જઈને દમન કરવામાં આવ્યા હતા. તેમાં કેટલાય પાટીદારો પર પોલીસ કેસ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ અને આપનો ખેલ પાડવા ભાજપ મેદાને લેવા સરકારને ચિમકી આપી ચૂક્યા

આગેવાનો પણ આ મામલે હવે સરકાર સામે મોરચો માંડવા કરી છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ પાટીદાર મતોને અંકે કરવા રાજકીય ગણતરી, કોંગ્રેસ અને આપનો ખેલ પાડવા ભાજપ મેદાને લેવા સરકારને ચિમકી આપી ચૂક્યા છે. આપ પણ આ મુદ્દાને રાજકીય રંગ આપવા તૈયાર.  

રાજકીય માહોલ રંગ પકડી રહ્યો છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ રંગ પકડી રહ્યો છે. ગત ઇચ્છુક છે. વખતે અનામત આંદોલનને લીધે કોંગ્રેસને રાજકીય ફાયદો થયો હતો. એટલું જ નહીં, જો આ મુદ્દા કરી ઉછળે તો ભાજપને પોષાય તેમ નથી. આ જોતાં પાટીદારો સામે બેઠકોમાં ૫ વધારો થયો હતો. આ વખતે થયેલાં કેસો પાછા ખેંચવાની દિશામાં ગૃહ કૉંગ્રેસ માટે મુશકેલી છે. આ જોતાં કોંગ્રેસ વિભાગે કામગીરી આગળ ધપાવી હોવાનુ પાટીદારો સામે નોંધાયેલા કેસોના મુદ્દાને જાણવા મળ્યુ છે.

 

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *