હિંમતનગરમાં જૂથ અથડામણ બાદ પરિવારનું સ્થળાંતર,સ્થાનિકો પરિવાર સાથે ઘર છોડી પલાયન થયા

હિંમતનગરના વણઝારા વાસમાં પથ્થરમારાની ઘટના બની છે. જેમાં વણઝારા વાસના સ્થાનિકો સામાન લઈને બીજે જવા લાગ્યા છે. તથા વારંવાર હુમલા થવાના કારણે સ્થળાંતર કરી રહ્યાં છે. તેમજ નાના બાળકો અને મહિલાઓમાં ભયનો માહોલ છે. તેમજ રાત્રિ દરમ્યાન પેટ્રોલ બોમ્બના હુમલાનો ભય લોકોને સતાવી રહ્યો છે. તેથી સાતથી આઠ જેટલા પરિવાર ઘર છોડી પલાયન થયા છે.

50થી વધુ પરિવારોની હિજરત
પોલીસ સમગ્ર શહેરમાં બંદોબસ્ત અને શાંતિ સમિતિની મીટિંગ બાદ પણ તોફાન થતાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયું છે. મોડી રાતે બનેલી ઘટના બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે. અસામાજિક તત્ત્વોના હુમલા બાદ વણજારાવાસમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી ત્યાં રહેતા 50થી વધુ પરિવારો બાળકો અને ઘરવખરી સહિત હિજરત કરી રહ્યા છે. હિંમતનગરમાં વણજારાવાસમાં અથડામણ બાદ ભયનો માહોલ છવાયો છે. વણજારાવાસમાં રહેતા લોકો મકાનોને તાળાં મારીને અન્ય જગ્યાએ જઇ રહ્યા છે. રાતે અસામાજિક તત્ત્વો દ્વારા પેટ્રોલ-બોમ્બ ફેંકવામાં આવતાં લોકોમાં ભયનો માહોલ છે.

ઘર નહીં છોડવા પોલીસે સમજાવ્યા
ઘરમાં તોડફોડ કરીને માલસામાનની ચોરી થઈ હોવાનો પણ રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વણજારાવાસના લોકોનું કહેવું છે કે રાત્રે ચાંદનગર અને હસનગરના લોકોએ હુમલો કર્યો હતો. ચાંદનગર અને હસનગરના વિસ્તારમાંથી ટોળું આવ્યું અને પેટ્રોલ-બોમ્બ ફેંકીને બે ઓરડી સળગાવી દીધી હતી. અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે 50 જેટલા પરિવાર આવાસ છોડીને બીજી જગ્યાએ જઈ રહ્યા છે. હાલમાં પોલીસે તેમને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. વણજારાવાસમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રાતે હુમલો કરનારા લોકોને શોધી તેમની અટકાયત કરવાની પણ શરૂઆત આવી છે.

ગૃહ રાજ્યમંત્રીની ઉચ્ચ સ્તરીય બેઠક
સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા બાદ થયેલી જૂથ અથડામણ બાદ અશાંતિનો માહોલ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે. હિંમતનગર એસપી ઓફિસ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક મળવાની છે. હાલ રાજ્ય પોલીસવડા અને ગૃહ રાજયમંત્રી હિંમતનગર પહોંચી ગયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા, ડીજી લો એન્ડ ઓડર નરસિમ્હા, રેન્જ આઈજી અભય ચૂડાસમા, એસપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહેશે. એમાં સ્થાનિક આગેવાનો પણ જોડાશે.

જાણો સમગ્ર મામલો:

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં રવિવારે રામનવમીના પર્વે નીકળેલી રામલલ્લાની શોભાયાત્રા પર પથ્થરમારા તેમજ દુકાનો અને વાહનોમાં આગચંપીની ઘટનાઓ બાદ દિવસભર શાંતિ જોવા મળી હતી. જો કે દિવસ આથમવાની સાથે ફરીથી હિંસા ભડકી હતી. જેના કારણે પોલીસની કુમક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગરના વણઝારા વાસમાં તોફાન ફાટી નીકળ્યા હતા. વણઝારા વાસમાં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હોવાની આશંકા છે. જેના પગલે ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. આ બાબતની જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ સ્થિતિ પર કાબૂ મેળવવા અને તોફાની ટોળાને વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *