સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની હોસ્ટેલના વર્ચ્યૂઅલ ભૂમિપૂજન વખતે PM મોદીએ કર્યા સરદારને યાદ, નવા CMના કર્યા ભરપેટ વખાણ

PM મોદીના હસ્તે આજે સુરતના સરથાણા વાલક પાટિયામાં આવેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા હોસ્ટેલ ફેઝ – 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીય રેલરાજય પ્રધાન દર્શના જરદોશ, પુરૂષોત્તમ રૂપાલા સહિત કેબિનેટ મંત્રી અને રાજયકક્ષાના મંત્રીઓ હાજર રહ્યાં.

2024 સુધીમાં હોસ્ટેલના બન્ને ફેઝનું કામ પૂર્ણ થવાનું છે : PM મોદી

આ કાર્યક્રમમાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘2024 સુધીમાં હોસ્ટેલના બન્ને ફેઝનું કામ પૂર્ણ થવાનું છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા શિક્ષણ માટે મહત્વનું કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત આજે સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને આગળ વધારી રહ્યું છે.’

 

ગુજરાતને એવા મુખ્યમંત્રી મળ્યાં કે જેઓ ટેક્નોલોજીના પણ જાણકાર તેમજ જમીન સાથે પણ જોડાયેલા

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ‘ગુજરાતને એવા મુખ્યમંત્રી મળ્યાં છે કે જેઓ ટેક્નોલોજીના પણ જાણકાર છે તેમજ જમીન સાથે પણ તેઓ જોડાયેલા છે. અલગ-અલગ ક્ષેત્રોમાં પણ તેમનો કામ કરવાનો અનુભવ છે કે જે ગુજરાતના વિકાસમાં કામ આવશે. નગરપાલિકાથી શરૂ કરીને ઔડા સુધીની સફર, 25 વર્ષથી અખંડ રૂપથી પ્રશાનને તેમણે નજીકથી જોયું અને તેનું નેતૃત્વ પણ તેમણે કર્યુ છે. મને ખુશી છે કે આવાં અનુભવી વ્યક્તિ ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યાં છે. આટલા લાંબા સમયથી સાર્વજનિક જીવનમાં રહેવા બાદ પણ વિવિધ પદો પર તેઓ રહ્યાં છે તેમ છતાં ખાતામાં કોઈ વિવાદ નથી. તેઓ ભલે ઓછું બોલે છે પરંતુ તેમના કાર્યમાં ક્યારેય ઉણપ આવતી નથી. તેઓ સાયલન્ટ વર્કર તરીકે કામ કરે છે.’

બાપુએ રામરાજ્યના આદર્શ પર ચાલનારા સમાજની કલ્પના કરી હતી : PM મોદી

વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે, ‘બાપુએ રામરાજ્યના આદર્શ પર ચાલનારા સમાજની કલ્પના કરી હતી. મને ખુશી છે કે ગુજરાતના લોકો આ મૂલ્યોને મજબૂતીથી આગળ વધારી રહ્યાં છે. સેવા સમાજ દ્વારા શિક્ષાના ક્ષેત્રમાં કરવામાં આવેલી આ પહેલ આ જ કડીનો એક ભાગ છે. આજે હોસ્ટેલનું ભૂમિપૂજન થયું કે જે 2024 સુધીમાં બંને ફેઝનું કામ પૂર્ણ થઈ જશે. આ પ્રયાસથી લોકોને નવી દિશા પણ મળશે તેમજ સૌના સપનાને સાકાર કરવાનો પણ અવસર મળશે.’

 

આ સાથે એમ પણ જણાવ્યું કે, ‘મને ગર્વ થાય છે કે ગુજરાત કેવી રીતે સરદાર પટેલની વિરાસતને આગળ વધારી રહ્યું છે. જાતિ અને પંથને આપણે રુકાવટ બનવા નથી દેવું. આપણે સૌ ભારતના દીકરા-દીકરીઓ છીએ તો આપણે સૌએ દેશને પ્રેમ કરવો જોઈએ એવું સરદાર પટેલ કહેતાં.’

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!