સુરત ની 8 વર્ષ ની દીકરી પૂર્વા જેતાણી ને હવે માત્ર 1.5 લાખ ની મદદ ની છે જરૂર..

સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ થતી કોઈને મદદરૂપ પણ થઈ શકાય એવું કિસ્સો સુરતમાં નોંધાયો છે જેમાં આઠ વર્ષની દીકરી ડેન્ગ્યુ ન્યુમોનિયા ની બીમારીથી પીડાતી હોય અને પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય સારવાર ખર્ચ માટે સોશિયલ મીડિયા પર અપીલ કરવામાં આવી હતી સોશિયલ મીડિયા પર સહાય માટે થયેલી પોસ્ટ બાદ ગણતરી ની મીનીટોમાં જ દાતાઓએ સહાયની વર્ષા કરી દીધી હતી જેને પગલે પરિવારજનોની ચિંતા આંશિક રીતે હળવી થઈ છે સુરતમાં નોંધાયેલા કિસ્સા પર નજર કરીએ તો વરાછામાં ઠાકોર દ્વાર સોસાયટીમાં રહેતા વિપુલ જેતાણી ની આઠ વર્ષની દીકરી પૂર્વા જેતાણી ડેન્ગ્યુ અને ન્યુમોનિયા જેવી ગંભીર બીમારી નો શિકાર બની હતી જે છેલ્લા દસ દિવસથી બીમાર હોવાની સાથે જ બીમારીએ ઘાતક રૂપ લીધો હોય પુરવાની સ્થિતિ ગંભીર હતી.

બીમારી બાદ તેને મજુરાગેટ સ્થિત એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને હાલમાં દીકરી વેન્ટિલેટર પર છે પૂર્વા ના પિતા વિપુલ જેતાણી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે પરંતુ દિકરીની સારવાર માટે તેમનો પગાર પુરતો ન હોય અને પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી હોય ત્યારે સુરતના એક જાગૃત નાગરિક મહેશ ભુવા દ્વારા સોશિયલ મીડિયા પર સહાય માટે ઝુંબેશ છેડવા માં આવી હતી

 

પૂર્વા ના પિતા ની આર્થિક સ્થિતિ સક્ષમ ન હોય જેતાણી પરિવાર પર અચાનક આભતૂટી પડ્યું હતું ત્યારે એક તરફ દીકરીને બચાવવા માટે મજબૂર પિતા અને બીજી તરફ માની નજર સામે હોસ્પિટલમાં એડમિટ દીકરી , આવા સમય પર વ્યક્તિ પોતાની સુજ્બુજ અને કાર્યક્ષમતા ખોઈ બેસે છે ,સારા અને નબળા વિચારો પણ આવે છે, ત્યારે જેતાની પરિવારના આ કટોકટી ના સમયમાં હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ સેવક મહેશભાઈ ભુવાને આ બાબતની જાણ થતા મહેશભાઈ ભુવા તાત્કાલિક થી હોસ્પિટલ પર પહોંચી અને જેતાની પરિવારના આ વ્હાલસોયા ફુલ ની સમગ્ર હકીકત જાણી અને સોશિયલ મીડિયામાં આ પોસ્ટ શેર કરી જેનાથી માત્ર 20 કલાકના સમયગાળામાં જ જેતાની પરિવારને રૂપિયા બે લાખ ની વિવિધ દાતાઓ દ્વારા સહાય કરવામાં આવી , આ ચમત્કારિક સહાય મળતા પિતા અને માતા બન્ને ને હરખ ના આંસુ આવ્યા કે ઈશ્વરે આ દાતા ઓને અને મહેશભાઈ ને દૂત બનાવી ને મોકલ્યા છે.

હાલ પૂર્વા વેન્ટિલેટર ઉપર છે. તેના પપ્પા ને સંતાનમાં માત્ર એક જ દીકરી છે અને પોતે ભાડેથી રહે છે અને આર્થિક સ્થિતિ બહુજ નબળી છે.

ત્યારે પૂર્વા ના સંપૂર્ણ સારવાર નો ખર્ચ 3.5 લાખ રૂપિયા છે ,ત્યારે હજી પણ 1.5 લાખ રૂપિયા ની જરૂરિયાત હોય મહેશભાઈ ભુવા અને જેતાની પરિવાર દ્વારા દાતા ઓને અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહેશભાઈ ભુવા દ્વારા સોશ્યિલ મૂળિયા ના માધ્યમથી અત્યાર સુધીમાં અનેક પરિવાર ને અંદાજે ત્રણ કરોડ રૂપિયા જેવી મદદ કરવામાં આવી છે.

આ સહાય દ્વારા એક પરિવાર ના એક ના એક સંતાન ને નવજીવન બક્ષવામાં આપ પણ મદદરૂપ થઇ શકો છો.

આપ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આપી આ દીકરી નો જીવ બચાવવા મદદ કરો..

પૂર્વા ને સહાય માટે આપ નીચેના નંબર પર ગૂગલ પે અથવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મદદ કરી શકો છો

 

🛑 Phone Pay :– 9925060577

Bank :– Bank Of India

A/C No. :–. 270016410007242

IFSC Code :– BKID0002700

Branch:– kanpith Lal Gate Surat

 

Helping Charitable Trust
👏 નિરાધાર નો આધાર બની જરૂરિયાત મંદ પરિવારની જીંદગી મહેકાવિયે… 👏

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *