ફોન પર કવર લગાવવાથી થાય છે 6 મોટા નુકસાન, જાણી લેજો નહીંતર ખરાબ થઈ જશે હજ્જારોનો ફોન

Phone cover

 

  • આજકાલ બધા જ લોકો સ્માર્ટફોન વાપરતા જ હશે, અને સાથે તેમાં કવર પણ વધુ પડતા લોકોને હશે જ ત્યારે તમે જે કવર વાપરો છો તેના લીધે તમારા ફોનના પર્ફોમન્સમાં ઘટાડો આવી શકે છે .

ઘણા લોકો સ્માર્ટફોનના (Smartphone) પ્રોટેક્શન માટે બેક કવરનો ઉપયોગ કરે છે. જો કે તેનો ઉપયોગ ફોનને સુરક્ષિત રાખે છે, પરંતુ આ કવર પોતે જ ઘણી રીતે ફોનને નુકસાન (Damage) પહોંચાડે છે.તમને વિચિત્ર લાગશે કે કવરનો ઉપયોગ કરવાથી ફોનને કેવી રીતે નુકસાન થાય છે ? પરંતુ લાંબાગાળે કવરના કારણે તમારા ફોનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. મોટાભાગના લોકો કવરનો ઉપયોગ કરે છે તેનું કારણ માત્ર ફોનનું પ્રોટેક્શન (Protection) છે, પરંતુ જો તમારા ફોનમાં ગરબડ થવાનું કારણ પ્રોટેક્ટર બની જાય તો તમે શું કરશો ? ચાલો આજે જાણીએ કે સ્માર્ટફોન કવર કેવી રીતે તમારા ફોનને બગાડે છે.

ગરમીનું ન નિકળવું :

ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે, શિયાળામાં આપણે પોતાને ગરમ રાખવા ધાબળાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ગરમીમાં આપણે એવું કરતા નથી. કારણ કે આપણે પહેલેથી જ ગરમી અનુભવી રહ્યા છીએ. આ જ રીતે સ્માર્ટફોન પણ દરેકના ફંક્શનના કારણે ગરમી પેદા કરે છે. મોબાઈલ કવર હાર્ડ પ્લાસ્ટિક કે રબરના હોવાથી તે ગરમીને સહેલાઈથી બહાર નીકળવા દેતા નથી. આ કારણે તમારા ફોનનું પરફોર્મન્સ સ્લો લાગે છે.

ચાર્જિંગ સ્પીડમાં પણ અસર પડે છે :

જો તમે સ્માર્ટફોનને કવર લગાવીને ચાર્જ કરો છો, તો તેમની ચાર્જીંગ સ્પીડ પણ ધીમી પડી જશે. આનું કારણ પર પર્ફોમન્સ વાળું જ છે. ગરમી બરોબર બહાર ન નીકળતા ફોન ચાર્જીગ સ્પીડને ધીમી પાડી દે છે, જેથી બેટરી ઉપર વધુ પ્રેસર ન આવે.

સ્ક્રીનમાંથી નીકળે છે ગરમી :

કવર રબર કે હાર્ડ પ્લાસ્ટિકના હોવાથી ગરમી સહેલાઈથી બહાર આવતી નથી. બીજી તરફ તમારા ફોનની સ્ક્રીન કવર કરતા ગરમીને સરળતાથી બહાર કાઢી શકે છે. આવી સ્થિતિમાં, ફોનની ગરમી સ્ક્રીનમાંથી બહાર આવે છે, જે તમારા મોબાઇલ માટે બિલકુલ સારી વાત નથી.

નેટવર્ક પર પડે છે અસર :

નેટવર્કનો મતલબ એટલે કનેક્ટિવિટી. કવરના કારણે ફોનના મોટા ભાગના સેન્સર કવર થઈ જતા હોવાથી નેટવર્ક રિસેપ્શન અને કનેક્ટિવિટીમાં ઘણી સમસ્યાઓ આવે છે.વધુ સારી કનેક્ટિવિટી માટે, તમારે ફોનનું કવર દૂર કરવું જોઈએ.

ઘણા ફીચર્સ યોગ્ય રીતે કામ નથી કરતા :

વાયરલેસ ચાર્જિંગ, NFC, ટેપ ટુ પે અને કમ્પાસ જેવા ઘણા ફીચર્સ તમારા સ્માર્ટફોનના કવરને કારણે યોગ્ય રીતે કામ કરતા નથી. કારણ કે આ ફીચરને કામ કરવા માટે જે સેન્સરની જરૂર પડે છે, તેને તમે કવરથી ઢાંકી દીધા છે.

ફોનને નુકસાન પહોચે છે :

કેસ કે કવરના કારણે તમારા ફોનમાં ઘણી જગ્યાએ ધૂળ જમા થઇ જાય છે. તેના કારણે ઘણી વખત ફોન સ્ક્રેચ થઇ જાય છે અને ઘણી વખત તો ચાર્જિંગ અને અન્ય પોર્ટ પણ બ્લોક થઇ જાય છે. સાથે જ કવરના કારણે હેન્ડસેટનું વજન પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે તેનો ઉપયોગ કવર વિના કરો તો તે વધુ સારું રહેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp