અમરેલી જિલ્લામાં 2 દિવસ પહેલાં અતિભારે વરસાદ પડ્યો હતો, જેમાં ખાસ કરી સૌથી વધુ જિલ્લામાં લીલીયા વિસ્તારમાં મુશળધાર 6થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં ચારેતરફ ખેડૂતોનાં ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે, જેમાં ખેડૂતોને મોટે પાયે નુકસાન થયું હોવાનું જણાવા મળ્યું છે. પાણીથી છલોછલ ભરાયેલાં ખેતરોનો ડ્રોન કેમેરાનાં દૃશ્યો ખેડૂતોને થયેલા નુકસાન અંગે માહિતી દર્શાવે છે. જ્યારે લીલીયા ના ધારાસભ્ય પ્રતાપ દુધાતે ખેડૂતોને આર્થિક સહાય કરવા સરકારને પત્ર લખ્યો છે.
ભારે વરસાદને પગલે ચારેતરફ ખેડૂતોનાં ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે, જેમાં તેમાં ખેડૂતો ના પાક પણ ડૂબી ગયા છે. એમાં સૌથી વધારે કપાસ, મગફળી અને તલના વાવેતરને નુકસાન થયું છે. ખેડૂતોના પાકો પાણીમાં ડૂબતાં તેમને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ડ્રોન કેમેરાનાં દૃશ્યો બતાવી રહ્યાં છે.
મેઘરાજાએ ગઈકાલથી વિરામ લીધા બાદ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ખેતરોમાં ભરાયેલા એક-એક ફુટ પાણી ક્યારે સંપૂર્ણ ઓસરી જશે એ અંગે કંઈ કહી શકાય એમ નથી. હાલમાં સૌથી વધુ લીલીયા તાલુકા માં નુકસાન હોવાનું સામે આવ્યું છે.
લીલીયા તાલુકા ના ગામોમાં ઉપરવાસ ની નદીઓમાંથી ખૂબ વધુ પ્રમાણ માં પાણી આવેલ હોય જેના કારણે મોટાભાગ ના ગામોના ખેતરો માં પૂર ના પાણી ભરાય હતા ..
મારા વિસ્તારને અતિવૃષ્ટિ જાહેર કરો- ધારાસભ્ય
સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપ દુધાતએ સરકારને વિનંતી કરતો પત્ર લખ્યો છે, જેમાં ભારે વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયા છે. સરકાર જલદી ખેડૂતોને આર્થિક પેકેજ આપી મદદ કરે એ અંગે રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય ની સાથે વિપુલ દૂધાત પણ રજૂઆત મારા વિસ્તારને અતિવૃષ્ટિ જાહેર કરો એવી માંગ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સાવરકુંડલા અને લીલીયા વિસ્તાર ને જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલ દુધાતએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારને વિનંતી કરતો પત્ર લખ્યો છે, જેમાં ભારે વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયા છે. સરકાર જલદી ખેડૂતોને આર્થિક પેકેજ આપી ને ખેડૂતો મદદ કરે એ અંગે રજૂઆત કરવામાં આવી છે.
વધુ માં જાણવું છે કે સતત વરસાદ ના કારણે ખેડૂતો ના તમામ પાકો 100 ટકા નિષ્ફળ ગયા છે તો તાત્કાલીક ધોરણે લીલીયા તથા સાવરકુંડલા તાલુકા ને અતિવૃષ્ટિ ગ્રસ્ત જાહેર કરી ની નુકશાની નું વળતર જાહેર કરવામાં આવે..
Source :- Divya Bhaskar
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!