ગુજરાતમાં લગ્ન (marriage) પ્રસગની સિઝન ફરી એકવાર ચાલુ થઈ ગઈ છે. કોરોના (corona) ગાઈડલાઈનમાં (guideline) રાહત મળતાં અને કમુરતા ઉતરતાની સાથે જ લગ્નના માંડવા બંધાવા લાગ્યા છે. લગ્ન(marriage) માટે વંસતપંચમીનું મુહૂર્ત ખુબ શુભ માનવામાં આવે છે ત્યારે આગામી 5 ફેબ્રુઆરીના રોજ વસંતપંચમીનો દિવસ છે અને આ દિવસે લગ્ન માટે ઘણા મુહૂર્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે. 5 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં (Rajkot) એક અનોખા લગ્ન(marriage) થવા જઇ રહ્યા છે. જેમાં લગ્ન(marriage)ની કંકોત્રીથી (Kankotri) લઈને પ્રિ-વેડિંગ (Pre-Wedding) શૂટ લોકોને આકર્ષિત કરી રહ્યા છે.
સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ
:https://chat.whatsapp.com/CI4llhIqZNh2AekCWC7FV8
રાજકોટમાં ખાંડેખા પરિવામાંથી આવતો જય ખાંડેખા (Jay Khandekha) નામના યુવાનના લગ્ન(marriage)ની કંકોત્રી ન્યૂઝ પેપરની (News paper) સ્ટાઈલમાં બનાવવામાં આવી છે તે સાથે જ પ્રિ-વેડિંગ ફોટો શૂટ ગામઠી સ્ટાઇલમાં કરાવ્યું છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર (Attraction) બન્યું છે. તેમજ ચોરીના ચાર ફેરા ફરવા સમયે અનોખો સંકલ્પ કરવા નક્કી કર્યું છે. જેમાં કોરોનામાં અવસાન પામેલા માતા-પિતા વિનાની 21 દીકરીઓના લગ્ન કરાવવા માટે સંકલ્પ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
અખબાર સ્ટાઈલમાં કંકોત્રી(Kankotri) જય ખાંડેખાના લગ્ન(marriage) રાજકોટની સોનલ સાથે આગામી તારીખ 5 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનાં દિવસે યોજાવાના છે. આ લગ્ન(marriage) કંઇક અનોખી રીતે યોજાવાના છે કારણકે લગ્નની કંકોત્રી(Kankotri) કઈ અનોખી રીતે છપાવામાં આવી છે. જયના પિતા મેહુલભાઇએ જયના લગ્ન(marriage)ની અનોખી કંકોત્રી(Kankotri) અખબાર સ્ટાઈલમાં તૈયાર કરી છે. જેથી લોકો સવારે ચા સાથે અખબારનું વાંચન કરતા હોય તે રીતે આખી કંકોત્રી(Kankotri) અખબાર સ્ટાઈલમાં વાંચી શકે.
કંકોત્રી(Kankotri)માં યુવાનોને શીખ આપતા આર્ટીકલ છપાયા 6 પેઇજની કંકોત્રી(Kankotri)માં લગ્ન(marriage) સમારોહની રૂપરેખા સાથે ગામઠી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગ (Pre-Wedding) ના ફોટો તેમજ યુવાનોને શીખ, વાર્તા અને સમાજલક્ષી ગુલાબદાન બારોટની લખેલી કવિતા મૂકવામાં આવી છે. તેમજ આહિર સમાજની પરંપરા અને ઇતિહાસ પણ કંકોત્રી (Kankotri) માં કંડારવામાં આવ્યો છે. કંકોત્રી (Kankotri) માં આહિર સમાજની સંસ્કૃતિને લગતો લેખ આલેખવામાં આવ્યો છે. તેમજ દેશના વડાપ્રધાનના ન્યૂઝ પણ મૂકવામાં આવ્યા છે. આ સિવાય લગ્નના મહત્વનો અહેવાલ પણ મૂકવામાં આવ્યો છે.
ગામઠી સ્ટાઈલમાં પ્રિ વેડિંગ(Pre-Wedding) શૂટ
છેલ્લા કેટલાક સમયથી લગ્ન પહેલા પ્રિ-વેડીંગ (Pre-Wedding) શૂટ કરવા માટેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં લોકો મોટેભાગે દરિયાકિનારે દીવ, દમણ, શિવરાજપુર, માંડવી સહિતના લોકેશન પસંદ કરતા હોય છે. પરંતુ આ નવયુગલ જય અને સોનલ દ્વારા પોતાના આહિર સમાજના પહેરવેશ મુજબ ગામઠી સ્ટાઈલમાં પ્રિ-વેડિંગ (Pre-Wedding) ગામડાની અંદર જ કરવામાં આવ્યું છે. આ પ્રિ– વેડિંગ (Pre-Wedding) ફોટા કંકોત્રી (Kankotri) માં પણ મૂકવામાં આવ્યા છે.
કંકોત્રી (Kankotri) ના છઠ્ઠા પેજ પર સાત ફેરાનું મહત્વ સમજાવ્યું
કંકોત્રી (Kankotri) ની છઠ્ઠા પાને લગ્નના સાત ફેરા અને તેનું મહત્વ તસવીરો સાથે દર્શાવાયું છે. નવયુગલ જય અને સોનલે એકસાથે એવો સંકલ્પ કર્યો છે કે, જે દીકરીઓના માતા-પિતાનું કોરોનમાં અવસાન થયું હોય તેવી 21 દીકરીઓને તમામ પ્રકારના કરિયાવર સાથે લગ્ન(marriage) કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જયના પિતા મેહુલભાઈ ખાંડેખા જેમાડી ગ્રુપથી રાજકોટમાં જાણિતા છે અને તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.
સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ
:https://chat.whatsapp.com/CI4llhIqZNh2AekCWC7FV8
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!