રામ મોરીની વિજયગીરી ફિલ્મોસ સાથે ‘મહોતું’ થી લઈને ‘એકવીસમું ટિફિન’ સુધીની સફર..

રામ મોરી એ ગુજરાતી ભાષાના વાર્તાકાર, નવલકથાકાર અને પટકથા લેખક છે. નાની ઉંમરે નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરનારા ભારતના સૌથી યુવાન લેખક છે. એમના લેખનની ચાહના દેશ વિદેશ સુધી પહોંચી છે. એમના પ્રથમ પુસ્તક મહોતુંને ૨૦૧૭ માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પ્રાપ્ત થઈ ચૂક્યો છે એ સિવાય અડધો ડઝનથી વધારે એવોર્ડ તેઓ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

Raam mori
Raam-mori

માત્ર ૧૭ વર્ષની વયે એમણે વાર્તાઓ લખવાનું શરું કર્યું અને જોતજોતામાં ગુજરાતી ભાષાના મોટા મોટા સામયિક જેવા કે શબ્દસૃષ્ટિ, નવનીતસમર્પણ, પરબ, એતદ અને તથાપીમાં એમની વાર્તાઓ આવવા લાગી.

૨૨ વર્ષની ઉંમરે તો એમનો વાર્તાસંગ્રહ તૈયાર થઈ ગયો અને પછી ન્યુઝપેપર, ટેલિવિઝન અને ફિલ્મ માટે તેઓ અવિરત લખતાં રહ્યા

વર્ષ ૨૦૧૭ માં વિજયગીરી ફિલ્મોસ પ્રોડ્કશન હાઉસ દ્વારા શોર્ટ ફિલ્મ બની – મહોતું, આ શોર્ટ ફિલ્મ થકી ડિરેક્ટર વિજયગીરી બાવા અને રાઈટર રામ મોરી જોડાયા. ભારતની સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ્સમાં આ ફિલ્મને ત્રીજું સ્થાન મળ્યું. એ પછી ડિરેક્ટર રાઈટરની આ જોડીએ અમદાવાદના પોળની લવસ્ટોરી આપી ફિલ્મ – મોન્ટુની બિટ્ટુ. પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા નિર્મિત આ ફિલ્મે બહુ બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા અને લોકચાહના મેળવી.

 

રાઈટર રામ મોરી અને ડિરેક્ટર વિજયગીરી બાવા સાથે મળીને ત્રીજો પ્રોજેક્ટ લાવી રહ્યા છે. વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસની ફિલ્મ – એકવીસમું ટિફિન. અનેક ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ્સમાં આ ફિલ્મ પ્રદર્શિત થઈ ચૂકી છે અને એવોર્ડ મેળવી ચૂકી છે. આ વર્ષના અંતભાગમાં આ ફિલ્મ રીલીઝ થવાની પૂર્ણ સંભાવના છે.

 

maxresdefault
21 mu tiffin

 

રામ મોરી લિખિત ત્રીજી ફિલ્મ – મારા પપ્પા સુપરહીરો પણ છેલ્લા ચાર મહિનાથી અલગ અલગ ઈન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવી રહી છે. દર્શન ત્રિવેદી દિગ્દર્શિત આ ફિલ્મ આવતા વર્ષની શરૂઆતમાં રીલીઝ થવાની સંભાવના છે.

વધુ માં જણાવ્યું કે , વર્ષ ૨૦૧૬ માં દિલ્હી ખાતે ઓલ ઈન્ડિયન યંગ રાઈટર્સ મીટમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૭ માં “મહોતું” ફિલ્મ માટે ગુજરાતી ભાષા યુવા પુરસ્કાર મળ્યો હતો.વર્ષ ૨૦૧૮ માં યુવા પુરસ્કાર, વર્ષ ૨૦૧૭ માં નાનાભાઈ જેબલીયા સાહિત્ય પુરસ્કાર, મહોતું પુસ્તક માટે ૨૦૧૬ માં ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી ત્રીજું પારિતોષિક મળ્યું અને બીજા અનેક એવાર્ડ થી સન્માનિત કર્યા છે .

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

2 thoughts on “રામ મોરીની વિજયગીરી ફિલ્મોસ સાથે ‘મહોતું’ થી લઈને ‘એકવીસમું ટિફિન’ સુધીની સફર..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *