દ્વારકા-લીંબડી હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 મહિલા સહિત 4 લોકોના મોત

  • ગુજરાતમાં આજે અકસ્માતોની વણઝાર

  • ત્રણ અકસ્માતોમાં 7 મહિલાના મોત

  • દ્વારકામાં ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત

રાજ્યમાં આજે જાણે અકસ્માતની વણજાર થઇ રહી છે. રાજ્યમાં આજ સવારથી લઇ કુલ 2 મોટા અકસ્માત થયા છે જેમા કુલ 8 લોકોનાં મોત નિપજ્યા છે. ખેડામાં માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તથા 1 વ્યક્તિ ઘાયલ થયો છે. જેમાં કઠલાલના પોરડા પાસે કાર-ટેન્કર વચ્ચે અકસ્માત થયો છે. તેમજ ચારેય મૃતદેહને કઠલાલની હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યાં જ બીજી ઘટનામાં દ્વારકામાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. આ અકસ્માત આંબલીયા ચોકડી પાસે બે કાર વચ્ચે સર્જાયો હતો.

 

17 2

 

દ્વારકા-લીંબડી હાઇવે પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાથી 15 કિલોમીટર દૂર ચરકલા પાસે આંબલિયાર ચોકડી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચરકલા પાસે બે કાર વચ્ચે વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂં ઉડી ગયા હતા. આ અકસ્માતમાં 3 મહિલા તેમજ 1 પુરુષનું ઘટના સ્થળે મોત થયું હતું તો એક બાળક સારવાર હેઠળ દ્વારકા હોસ્પિટલમાં 108 મારફતે ખસેડાયો છે. દ્વારકમાં થયેલ ગમખ્વાર અકસ્માતમાં તમામ મૃતકો અમદાવાદના હોવાની પ્રથમિક માહિતી સામે આવી રહી છે.

 

14 1

દ્વારકા અકસ્માતના મૃતકોના નામ

રોનક વિજયભાઈ રાજુપૂત

પૂજા રોનક રાજપૂત

મુધુબેન વિજયભાઈ રાજપૂત

 

 

ભૂમિબેન અલ્પેશભાઈ ચૌધરી આજે રાજ્યમાં કુલ ત્રણ અકસ્માતમાં કુલ 7 મહિલાઓના મોત નિપજ્યા છે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *