સચિન જ પ્રેમિકા હીનાની હત્યા કરી દીધી , બાળક શિવાંશને રખાશે શિશુગૃહમાં

શિવાંશ કેસ મામલે રેન્જ IG અભયસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે કેટલાક મોટા ખુલાસા કર્યા છે. IGએ જણાવ્યું કે, સચિને હિના ઉર્ફે મહેંદીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 

Shivansh Family

સચિને શિવાંશની માતા મહેંદીની ગળુ દબાવીને કરી નાખી હત્યા

રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું છે કે, શિવાંશના પિતા સચિનની ધરપકડ કરાઇ છે. પિતા સચિનની માનસિક સ્થિતિ સારી ન હતી. સચિન મહેંદી ઉર્ફે હિના પેથાણી સાથે પ્રેમમાં હતો. 2019માં બંનેએ સાથે રહેવા ચાલુ કર્યું હતું. સચિને બરોડામાં નોકરી લીધી હતી. દર્શન ઓવરસીઝ ફ્લેટ ભાડે રાખી રહેતા હતા સચિન 5 દિવસ વડોદરા  રહેતો હતો અને શનિ રવિ ગાંધીનગર આવતો હતો. મહેંદીએ સચિનને પોતાની સાથે રહેવા ફોર્સ કર્યો હતો. સચિને પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું. સચિને ગળુ દબાવીને મહેંદીની હત્યા કરી હતી. મૃતદેહ પેક કરીને રસોડામાં મુકી દીધી હતી. મહેંદીની સચિને હત્યા કરી હતી. હાલ, સચિનની બાળકને તરછોડવાના ગુનામાં ધરપકડ કરાઇ છે. હવે વડોદરામાં હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાશે. સચિનનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી.

 • સચિને મહેંદી ઉર્ફે હીના પેથાણીની હત્યા કરી નાખી
 • સચિને ગળુ દબાવીને મહેંદીની હત્યા કરી નાખી
 • સચિને હત્યા બાદ મહેંદીની લાશને બેગમાં પેક કરી રસોડામાં મુકી રાખી હતી
 • મહેંદીએ લગ્ન કરવા માટે દબાણ કરતા સચિને હત્યા કરી હોવાનો ખુલાસો
 • હત્યા કર્યા બાદ સચિન ફરાર થઇ ગયો
 • વડોદરાના બાપોદના ફ્લેટમાંથી મહેંદીનો મૃતદેહ પોલીસે કબ્જે કર્યો
 • સચિન ઉત્તરપ્રદેશ જવા માંગતો હોવાથી આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા
 • સચિન મહેંદી સાથે વડોદરામાં લિવ-ઇનમાં રહેતો
 • ૨૦૧૮ માં સચિન અને મહેંદી વચ્ચે સંપર્ક થયો
 • ૨૦૨૦ માં બાળક શિવાંશનો જન્મ થયો
 • મહેંદી મૂળ જૂનાગઢના કેશોદની રહેવાસી હતી

 

શુક્રવારે રાતે વડોદરા માં શું થયું ?

આ અંગે ગાંધીનગર રેંજ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું કે  શુક્રવારે રાતે વડોદરામાં જે કઈ ઘટના ઘટી ત્યારબાદ શિવાંશની માતાએ બાળક સચિનને આપી દીધું આ બાબતે તકરાર થઈ અને સચિને હીનાની હત્યા કરી નાખી. સચિને હીનાની ગળુ દબાવી અને હત્યા કરી અને બાદમાં તેની લાશને બેગમાં પેક કરી નાખી. જોકે, બેગ ફેંકવાની હિમ્મત ન હોવાથી રસોડામાં જ બેગ મૂકીને નીકળી ગયો હતો’

 

હીના કેશોદની વતની હોવાની માહિતી

ગાંધીનગર રેંજ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું કે હીના મહેંદી નામની આ યુવતી જેના થકી સચિન અને તેને આ બાળક શિવાંશનો જન્મ થયો હતો તે મૂળ કેશોદ જૂનાગઢના વતની હોવાની માહિતી સામે આવી છે.  હાલમાં તેનો મૃતદેહ વડોદરાના સચિન હિનાના ઘરમાં રસોડામાં પડેલી બેગમાં છે જે તેણે જણાવ્યું છે. હવે તેની સામે હત્યાનો ગુનો વડોદરામાં નોંધાશે.

 

શિવાંશને ગૌશાળા શા માટે મૂક્યો?

પોલીસે જણાવ્યું કે, જાણિતી જગ્યા હોવાનો કારણે બાળકને ગૌશાળામાં મુક્યો હતો.  શિવાંશને સ્વામિનારાયણ ગૌશાળામાં મૂક્યો હતો. ત્યાં તે રેગ્યૂલર ઘી અને દૂધ લેવા જતો હતો.

gnd baby
બાળકની તસવીર

હત્યાનો પ્રી પ્લાન ન હતો, આવેશમાં આવીને ઝઘડો થયો અને હત્યા કરાઈઃ રેન્જ IG

વધુમાં પોલીસે જણાવ્યું કે, મહેંદીના પિતાએ પણ બીજા લગ્ન કર્યા હતા. જેને લઇને હિના બોપલમાં માસા-માસી સાથે રહેતી હતી. તેઓ જૂનાગઢ કેશોદના મૂળ વતની છે. હિનાના માસાએ પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસને મહેંદીનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકની હત્યા કરવાનો કોઇ ઇરાદો ન હતો. પોલીસ સચિનને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરી રહી છે. વધુ ખુલાસો આગળની પૂછપરછમાં સામે આવશે. પોલીસે આજે હીનાનો મૃતદેહ વડોદરાથી કબ્જે કર્યો.

 

સચિનના હીના સાથે લગ્ન ન હોતા થયાં

તમને જણાવી દઇએ કે, હીનાની ડેડબોડી વડોદરામાંથી મળી આવી છે. સચિન વિરૂદ્ધ ખુનનો ગુનો પણ દાખલ કરાયો છે. જો કે, સચિનના હીના સાથે લગ્ન ન હોતા થયાં. હીનાની હત્યા કર્યા બાદ મૃતદેહને બેગમાં પેક કરીને બેગમાં મૂકી રાખવામાં આવી હતી અને મૃતદેહને ઘરમાં જ રખાયો હતો. સચીનની પત્નીને આ બાબતે કોઈ જ પ્રકારની જાણ ન હોતી. સાથે રહેવાની બાબતે બંને વચ્ચે ઝઘડો થતા સચિને તેની કરપીણ હત્યા કરી નાખી હતી.’

ગાંધીનગરના પેથાપુરમાંથી મળી આવેલા શિવાંશની માતા મહેંદીની શોધખોળ દરમ્યાન સૌથી ચોંકાવનારો અને સનસનીખેજ ખુલાસો થયો છે. શિવાંશના પિતા સચિન દિક્ષિતે મહેંદીની હત્યા કરી હોવાનો પોલીસે ઘટસ્ફોટ કરતા સમગ્ર મામલે નવો જ વળાંક આવ્યો છે. રેન્જ આઇજી અભય ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી કેસ મામલે વિગતો આપી. જે મુજબ સચિને વડોદરાના બાપોદના ફ્લેટમાં મહેંદી ઉર્ફે હીના પેથાણીની ગળુ દબાવીને હત્યા કરી નાંખી.

 

 

પત્ની કોટા હતી સચિન બહાનું કરી માતાપિતાને લઈ ગયો

દરમિયાન સચિનની પત્ની અગાઉથી જ રાજસ્થાનના કોટામાં લગ્ન પ્રસંગે ગઈ હતી. સચિનને પોતાના પાપની ખબર હતી એટલે તે પરિવારને લઈને કોટા જતો રહ્યો. દરમિયાન ગાંધીનગર સહિતનું આખું ગુજરાત શુક્રવારથી આ માસૂમના માતાપિતાને શોધી રહ્યુ હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મેદાને હતા. તેમણે પોલીસને ફોર્સ કામે લગાડી અને આ બાળકના વાલી શોધવા સૂચના આપી.

Sachin Dixit 3 1
સચિન હીનાની હત્યા કરી આ સેન્ટ્રો કારમાં શિવાશને લઈને નીકળ્યો હતો અને પેથાપુર ગુરૂકુળ પાસે આ બાળકને છોડી દીધું હતું.

સફેદ સેન્ટ્રોએ સચિન સુધી પોલીસને પહોંચાડી, સીસીટીએ ભાંડો ફોડ્યો

શિવાંશના પિતા સચિને તેને પોતાની જે સફેદ સેન્ટ્રો કારમાંથી ઉતરીને તરછોડ્યો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસને આગળના સીસીટીવમાં પણ આ કાર જોવા મળી હતી. આ કારના નંબર પરથી તેના માલિક તરીકે સચિન દિક્ષિતનો પતો મળ્યો. પોલીસ ગાંધીનગર ગ્રીન સિટી સેક્ટર 26માં પહોંચી તો ઘરે અલીગઢી તાળા હતા. આસપાસમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે પરિવાર કોટા ગયો છે. રેંજ આઈજી અભય ચુડાસમા અને એસપી મયૂર ચાવડાએ માનવીય અભિગમથી તપાસ કરવાની સૂચના આપી હતી.

 

સચિનનો ડીએનએ ટેસ્ટ થશે

દરમિયાન સચિનનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. પોલીસ સચિનનો ડીએનએ ટેસ્ટ કરશે જેથી શિવાંશ તેનો જ બાળક છે તે સ્થાપિત કરી શકાય. આ બાળકને હાલમાં શિશુગૃહમાં મોકલવામાં આવશે જેના માટે સંઘવીએ સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી પ્રદિપ પરમાર સાથે ચર્ચા કરી છે. પોલીસે આ મામલે હજુ સુધી સચિનની ધરકપકડ કરી નથી.

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *