આ ગુજરાતના ટાબરીયાઓની કરામતને : એન્જિનિયરો પણ મોઢામાં આંગળા નાખી જાય તેવું રમકડામાંથી મશીન બનાવ્યું

Machine in gujatrat

  • જેતપુર પંથકના ચારથી પાંચ બાળકોએ સાથે મળી રમકડામાંથી અદભૂત મશીન બનાવ્યું છે.

કહેવાત છે કે નાનું બાળક આજુબાજુની સ્થિતિ અને વાતાવરણ જોઇને અનુકરણ કરે છે અને તે જ શીખે છે જેમાંથી અનેક રેકોર્ડ પણ સર્જે છે. ત્યારે આવો જ એક કિસ્સો જેતપુર પંથકના (Jetpur Panth) કેરાળા ગામે સામે આવ્યો છે જેમાં 4 થી 5 ટાબરીયાઓએ સાથે મળી રમકડામાંથી બોરવેલ મશીન (Borewell machine) બનાવી દીધું છે. મહત્વનું છે કે, બાળકોએ 15 દિવસ મહેનત કરી આ સિદ્ધિ મેળવી છે.

15 દિવસમાં બાળકોએ બનાવ્યું રમકડાંનું મશીન :

કેરાળા ગામે ધોરણ 5થી 8માં અભ્યાસ કરતા 4થી 5 બાળકોએ રમકડામાંથી અનોખું મશિન બનાવ્યું છે. આ બાળકોને ગામમાં રહેલું બોરવેલ જોઇ રમકડાંનું બોરવેલ બનાવવાનો વિચાર આવ્યો હતો.જે વિચારને તાબડતોબ અમલમાં લઇ ટાબરીયાઓએ વસ્તુ ભેગી કરવાનું શરૂ કર્યું હતું. બાળકોએ એક સંપ કરી તરત જ બોરવેલની રમકડાંની ગાડી લિધી હતી. ગાડી બાદ બોરવેલ બનાવવાનું શરૂ કર્યું હતું. એક રમકડાંના ટ્રકમાં બેટરી ફિટ કરી તેમાં છેડા માંરી કામગીરી ચાલુ કરી હતી. બાળકોએ અન્ય બેટરી વાળા રમકડાંમાંથી મોટર કાઢી અને ટ્રકમાં ફિટ કરી હતી ત્યારબાદ માત્ર 15 જ દિવસમાં બાળકોના ખંત અને લગનને પગલે રમકડાંમાંથી બોરવેલ બની ચૂક્યું હતું.

એન્જિનિયરને પણ વિચારતા કરી દેતા ટાબરીયા :

મહત્વનું છે કે નાના ભૂલકાઓએ રમતા-રમતા રમકડાના ટ્રકમાં બનાવેલા ડ્રીલીંગ મશીન અને તેમની કરામત ગામના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે ગામના લોકોને નવી પ્રેરણા પણ મળી છે. નાના બાળકોએ મોટા મોટા એન્જિનિયરને પણ વિચારતા કરી દે તે પ્રકારની કારીગરી બતાવી છે. આ બાળકોએ બનાવેલા આ રમકડાને જેાવા અનેક લોકો આવે છે અને બાળકોને પ્રોત્સાહન પણ કરી રહ્યા છે. વધુમાં સરકાર તરફથી બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવે તે માટે પણ સ્થાનિકો આગળ આવી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp