વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને જોતાં આટલા દિવસ બંધ રહેશે પાવાગઢ મંદિર, દર્શને જવાના હોવ તો જાણી લેજો

modi visit

 

  • હાલમાં પાવાગઢ મંદિર નવીનીકરણનું કાર્ય આખરી તબક્કામાં છે ત્યારે PM મોદીના પ્રવાસને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવવાના છે. આ તરફ વડાપ્રધાન આવવાના હોઇ પાવાગઢ મંદિર ટ્રસ્ટ (Pavagadh Temple Trust) અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જોકે PM મોદીના પ્રવાસને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. 16 જૂનના બપોરથી 18 જૂન 3 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.

હાલમાં પાવાગઢ મંદિર નવીનીકરણનું કાર્ય આખરી તબક્કામાં છે. મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભ ગૃહને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવવાના છે. જેને લઈ હવે સુરક્ષાના કારણોસર 16 જૂનના બપોરથી યાત્રાળુઓ માટે મંદિરમાં દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ક્યાં સુધી મંદિર રહેશે બંધ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. જેને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 16 જૂનના બપોરથી યાત્રાળુઓ માટે મંદિરમાં દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાદમાં 18 જૂને PM મોદીની પાવાગઢ મંદિરની મુલાકાત બાદ 18 જૂને 3 વાગ્યા બાદ ભક્તો કરી દર્શન શકશે.

પાવાગઢ ખાતે ઐતિહાસિક ક્ષણ સર્જાશે :

પાવાગઢ ખાતે 18 મી જૂનના રોજ પીએમ મોદીના હસ્તે જે ધ્વજારોહણ થવા નું તેને ખૂબ જ ઐતિહાસિક માનવા માં આવી રહ્યું છે. કારણ કે, અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું તેનું શિખર ખંડિત હતું જેને લઈ તેની પર હજારો વર્ષો થી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે. હજારો વર્ષો બાદ પાવાગઢ નિજ મંદિર પર ધ્વજારોહણ થવાનું હોય આ ક્ષણ ને ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન પોતે શક્તિ ઉપાસક હોઈ દર્શન કરવાની ઈચ્છા હતી :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે શક્તિ ઉપાશક હોઈ માં મહાકાળી માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. હમણાં થોડા દિવસ પહેલા તેમણે જાતે જ જાહેરાત કરી કે, પાવાગઢ ખાતે દર્શન કરવા ની તેમની ઈચ્છા છે . જોકે તેમની તે ઈચ્છા હવે પૂર્ણ થવા જઈ રહી છે. વડાપ્રધાનના આગમનને લઈ મંદિર ટ્રસ્ટ, સ્થાનિક પ્રજાજનો સહિત સમગ્ર ગુજરાત ઉત્સાહિત છે. પીએમના આગમન અને નિજ મંદિર દર્શન માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

One thought on “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને જોતાં આટલા દિવસ બંધ રહેશે પાવાગઢ મંદિર, દર્શને જવાના હોવ તો જાણી લેજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *