આત્મવિવાહ કરનાર શમા બિંદુએ ભાડાનું ઘર ખાલી કરવું પડ્યું, વડોદરા શહેર અને નોકરી પણ છોડી

Shama bindu

 

વડોદરા :દેશમાં પ્રથમ આત્મવિવાહ કરનારી યુવતી શમા બિંદુ(Kshama Bindu)ને આખરે પોતાનું ઘર અને શહેર બંને છોડવુ પડ્યુ છે. આત્મ વિવાહ કરવાના નિર્ણયની જાહેરાત કરવાથી જ શમા બિંદુ(Kshama Bindu) વિરોધનો સામનો કરી રહી હતી. ગત મહિને તેણે બહેનપણીઓની હાજરીમાં આત્મવિવાહ કર્યા હતા. ત્યારે હવે તેને પોતાનુ ભાડાનુ ઘર ખાલી પડવુ છે. આ સાથે જ તેણે નોકરી પણ છોડી અને વડોદરા શહેરને પણ અલવિદા કર્યુ છે. 

ત્રણ દિવસ પહેલા ઘર ખાલી કર્યું
ભારતમાં સૌ પ્રથમવાર પોતાની સાથે જ લગ્ન એટલે આત્મવિવાહ કરવાની જાહેરાત કરતા વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતી શમા બિંદુ(Kshama Bindu) દેશ સહિત દુનિયાભરના ચર્ચામાં આવી હતી. શમા પોતાની સાથે જ લગ્ન એટલે કે સોલોગામી કરવાની હોવાથી વિવાદ પણ થયો હતો. જ્યાર બાદ હવે શમા(Kshama Bindu) જે સોસાયટીમાં રહેતી ત્યાના રહીશો અને મકાન માલિકે ભાડાનું ઘર ખાલી કરવાનું કહેતા તેણે ત્રણ દિવસ પહેલા ઘર ખાલી કરી દીધું છે.

મકાન ખાલી કરાવવા કરતા શમા બિંદુ(Kshama Bindu)એ જાતે જ મકાન ખાલી કર્યુ હતું. જોકે, તેણે વડોદરાની નોકરી પણ સ્વેચ્છાએ છોડી દીધી છે. તથા તેણે વડોદરા શહેરને પણ અલવિદા કર્યુ છે. આ વિશે શમા(Kshama Bindu)એ કહ્યુ કે, હાલ હુ ક્યા જઉ છું અને કયા શહેરમાં રહીશ તેની જાહેરાત નહિ કરું. જોકે, હું પાછી આવીશ. આવીને બીજી નોકરી શોધીશ. હાલ એક મહિના માટે વડોદરાને છોડું છું.

હું નિર્ણય પર અડગ છું
શમા(Kshama Bindu)એ કહ્યું હતું કે જો તમે વૃક્ષ સાથે લગ્ન કરી શકો, પ્રાણી સાથે લગ્ન કરી શકો, સજાતીય લગ્ન કરી શકો છો. પરંતુ મે મારી ખુશી માટે આત્મવિવાહ લગ્ન કરવાનો નિર્ણય લીધો. હું ત્યારે પણ ખુશ હતી અને આજે પણ ખૂબ જ ખુશ છું. હું મારા નિર્ણય પર મક્કમ છું.

આ રીતે કર્યા હતા આત્મવિવાહ
ક્ષમા બિંદુ(Kshama Bindu)એ 8 જૂન, 20200 ના રોજ સાંજે પોતાના ઘરે જ આત્મવિવાહ કરી લીધા હતા. ક્ષમા(Kshama Bindu)એ અગાઉ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. ક્ષમા(Kshama Bindu)ના આત્મવિવાહને લઈ ભાજપ નેતા સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. મંદિરમાં આત્મવિવાહ કરવાનો વિરોધ થતાં તેમણે ઘરે જ લગ્ન કર્યા હતા. ક્ષમા(Kshama Bindu)એ 8 થી 10 મિત્રોની હાજરીમાં આત્મવિવાહ કર્યા હતા. પૂજારી ન મળતાં બ્લુ ટૂથ પર મંત્ર વગાડી પોતાને જાતે ફેરા ફરી લીધા હતા. આમ, ક્ષમાએ વિરોધના ડરે ગુપ્ત રીતે આત્મવિવાહ કર્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp