મોરબીથી પકડાયેલ ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું , DGP આશિષ ભાટીયાએ કર્યા ચોંકાવનારા ખુલાસાઓ .

મોરબીમાં અંદાજીત 600 કરોડના ડ્રગ્સ ઝડપાવા મામલે રાજ્યના DGP આશિષ ભાટીયાએ અગત્ય ના  ખુલાસા કર્યા છે આ ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે

DGP
  • ઝીંઝુડામાં ડ્રગ્સ ઝડપાવા મામલે  DGP આશિષ ભાટિયા ની પ્રેસ કોન્ફરન્સ     
  • ઝીંઝુડા ગામમાંથી 120 કીલો હેરોઈન મળી આવ્યુઃ DGP
  • 120 કિલો ડ્રગ્સની અંદાજીત બજાર કિંમત 600 કરોડ

મોરબીના ઝીંઝુડા ગામમાંથી અંદાજીત 600 કરોડના ડ્રગ્સ સાથે ATSએ 3 શખ્સોની ધરપકડ કરી છે, ATSએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 120 કિલો ડ્રગ્સ મામલે ગુજરાત ATSને મોટી સફળતા મળી છે, જેને લઈને ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સમસુદ્દીન સૈયદના ઘરે રેડ કરી તે દરમિયાન 120 કિલો હેરોઈન મળી આવ્યું છે આ ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે હાલ 3 આરોપીઓની ATSએ ધરપકડ કરી છે.

120 કીલો હેરોઈન મળી આવ્યુઃ DGP

મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર રાવ અને ગુલામ હુસેન ભગાડ મુખ્ય આરોપી છે તેઓ પહેલા પાકિસ્તાનથી આફ્રિકા ડ્રગ્સ મોકલવાના હતા પરતું પ્લાન ચેન્જ થતા આફ્રિકાના બદલે પાક.થી ડ્રગ્સ ભારત મોકલાયું હતું, બંને અગાઉ દુબઈ ગયા હતા જ્યાં દુબઈમાં ડ્રગ્સ માફિયા સંપર્કમાં આવ્યા હતા જે બાદ સલાયાથી ડ્રગ્સ મોરબીના ઝિંઝુડા ગામે ડ્રગ્સ આવ્યું હતું, આ ડ્રગ્સનું કાવતરુ UAEમાં ઘડાયુ હતું, ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં ડ્રગ્સની ડિલિવરી લેવાઇ જેમાં પાક.નો ડ્રગ્સ માફિયા બલોચ મુખ્ય ષડયંત્રકાર હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ મામલે હજૂ 2 લોકોને પકડવાના બાકી છે હોવાનું પોલીસ વડાએ જણાવ્યું છે. આરોપી પાકિસ્તાનના ઝાહીદ બશીદ બલોચ સાથે સંપર્કમાં હોવાનું સામે સામે આવ્યું છે, મહત્વનું છે કે પાકિસ્તાનમાંથી જેટલા પણ કન્સાઈનમેન્ટ મોકલાયા છે તે તમામ ગુજરાત પોલીસે પકડ્યા છે. ગુજરાત ATSને 120 કિલો હેરોઈન ઝડપી પાડવામાં સફળતા મળી છે તેવું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું છે.

120 કિલો ડ્રગ્સ અંદાજીત બજાર કિંમત 600 કરોડ

ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે રાજ્યમાં મોરબીના ઝીંઝુડા ગામમાંથી ATSએ 3 શખ્સોની કરોડોના માદક પદાર્થ સાથે ધરપકડ કરી છે. જો કે હજુ સુધી ATS દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ પુષ્ટિ કરાઈ નથી, પરતું કરોડોનું ડ્રગ્સને પકડી પાડવા ATSએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 120 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે, આ ડ્રગ્સની કિંમત આંતરાષ્ટ્રીય માર્કેટમાં 600 કરોડ હોવાનું મનાઈ રહ્યું છે. નવલખી પોર્ટ પાસે ઝીંઝુડા ગામે સ્થાનિર પોલીસને સાથે રાખીને ATSએ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં શમસુદ્દીન,ગુલામ હુસૈન,મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બારની નામના 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગુલામ હુસૈન ભગાડ જામનગરના સલાયાનો રહેવાસી છે જ્યારે મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર જામનગરના જોડીયાનો રહેવાસી છે.

મોરબીના ઝીંઝુડા ગામમાં ATSનું ઑપરેશન

મહત્વનું છે કે અગાઉ પણ સુરત અને દ્વારકામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે ફરી મોરબીના ઝીંઝુડા ગામમાંથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું છે. કચ્છના મુંદ્રા પોર્ટ ઉપરથી પણ 21 હજાર કરોડનો 2988 કિલો હેરાઇન ઝડપાયું જે બાદ સુરતમાં MD ડ્રગ્સનો 58.530 ગ્રામ જથ્થો ઝડપાયો હતો, આમ જોતા હવે લાગી રહ્યું છે કે ગુજરાત ડ્રગ્સના કારોબાર માટેનું હબ બની રહ્યું છે. અગાઉ પણ રાજ્યમાં ડ્રગ્સના મળવાના અનેક કિસ્સા સામે છે, જો વાત કરવામાં આવે તો 24 ઓક્ટોબરે અમદાવાદમાં 25 લાખનું ડ્રગ્સ ઝડપાયુ, તો 23 ઓક્ટોબરે વડોદરામાંથી ગાંજો અને MD ડ્રગ્સ ઝડપાયું, જ્યારે 22 ઓક્ટોબરે રાજકોટમાં ક્રિકેટર ડ્રગ્સ સાથે ઝડપાયો હતો, એટલું જ નહીં 12 ઓક્ટોબરે ડિસામાંથી 15 લાખનું ડ્રગ્સ ઝડપાયું તો 26 સપ્ટેમ્બરે સુરતથી 1 કિલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો..જ્યારે 25 સપ્ટેમ્બરે સુરતથી 19.62 લાખનું MD ડ્રગ્સ જપ્ત પકડાયું હતું, જ્યારે 20 સપ્ટેમ્બરે પોરબંદર ડ્રગ્સ સાથે 7 ઇરાની નાગરિકો ઝડપાયા હતા. જ્યારે 4 ઓગસ્ટે વલસાડથી MD ડ્રગ્સ બનાવતી કંપની પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાતમાં જૂનથી ઓક્ટોબર સુધી 21 ડ્રગ્સના કેસ સામે આવ્યા

આ તરફ આણંદમાં પણ ગાંજાના 900 કિલો છોડ પોલીસે ઝડપી પાડ્યા હતા અત્યાર સુધી ગુજરાતમાં જૂનથી ઓક્ટોબર સુધી 21 ડ્રગ્સના કેસ સામે આવ્યા છે. પોલીસ અને NCBએ 6.6 કરોડના માદક પદાર્થો જપ્ત કર્યા છે. રાજ્યમાં રેલવે, માર્ગ અને હવાઇ માર્ગે હેરાફેરીમાં અત્યાર સુધી 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં 2020માં ડ્રગ્સના 308 કેસ નોંધાયા છે. જેમાં 117 વ્યક્તિગત વપરાશના કેસ સામે હોવાનું સામે આવ્યું છે. 2019માં NDPSના 289 કેસ નોંધાયા જેમાં 112 અંગત વપરાશ માટેના હતા તો બીજી તરફ 2018માં 150 કેસ નોંધાયા જેમાં 60 કેસ અંગત ઉપયોગ માટે ડ્રગ્સ વાપરતા હોવાનું ખુલ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!