સાપુતારામાં સર્જાયું આહ્લાદક વાતાવરણ,તમને પણ જવાનું થઇ જશે મન

 

  • સાપુતારામાં આહ્લાદક વાતાવરણમાં ઠંડા પવનો અને આહલાદક માહોલ સર્જાતા વેકેશન માણવા આવેલ સહેલાણીઓમાં આનંદ ફેલાયો છે. ત્યારે નૈઋત્ય દિશા તરફથી પવન ફૂંકાવાના શરૂ થયા છે જેથી રાજ્યના અન્ય શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

ગિરિમથક સાપુતારા (Saputara) ખાતે ઉનાળુ વેકેશનમાં (summer vacation) ચિક્કાર જનમેદની ઉમટી રહી છે. ત્યારે મોટાભાગની હોટલો પર હાઉસફૂલના પાટિયા લાગ્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં (Gujarat weather update) બદલાવ આવ્યો છે. જેના કારણે સાપુતારામાં આહ્લાદક વાતાવરણ સર્જાયું વેકેશન માણવા આવેલ સહેલાણીઓમાં આનંદ ફેલાયો છે. ત્યારે નૈઋત્ય દિશા તરફથી પવન ફૂંકાવાના શરૂ થયા છે જેથી રાજ્યના અન્ય શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

પ્રવાસીઓની જામી ભીડ :

સાપુતારા ખાતે દિવસભર નૌકાવિહાર, રોપવે, ટેબલ પોઇન્ટ, રોઝ ગાર્ડન, લેક ગાર્ડન સહિત એડવેન્ચર એક્ટિવિટીમાં ભારે ભીડ જામી હતી. સાથોસાથ હેંડીક્રાફ્ટ મેળામાં અવનવી હસ્તકલાની ચીજ વસ્તુઓ ખરીદવા ગ્રાહકોની ભીડ જામી હતી. હાલ ઉનાળા વેકેશનનો છેલ્લો તબક્કો ચાલતો હોય પ્રવાસીઓની ભીડના કારણે સાપુતારામાં વાહનોના ખડકલા સાથે ચિક્કાર જનમેદનીથી હોટલો સહિત નાના ધંધાર્થીઓને બખ્ખા થઈ જવા પામ્યો હતો.

15 જૂનની આસપાસ વરસાદની એન્ટ્રી થવાના એંધાણ :

રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા ત્રણ દિવસથી નૈઋત્ય દિશા તરફથી પવન ફૂંકાવાના શરૂ થયા છે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણનો માહોલ સર્જાયો છે. કેરળમાં સમય કરતા વહેલું નૈઋત્ય ચોમાસું પહોંચી ગયું છે. જે ધીમી ગતિએ આગળ વધે તેવી શક્યતા છે. કોઇ વિધ્ન ન નડે તો રાજ્યમાં પણ 15 જૂનની આસપાસ વરસાદની સત્તાવાર એન્ટ્રી થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. બીજી તરફ તાપમાન ઘટ્યું છે પરંતુ ભેજવાળા પવન શરૂ થતા લોકો દિવસભર પરસેવે રેબઝેબ બન્યાં હતાં.

વરસાદ માટે સાનુકૂળ સિસ્ટમ :

નૈઋત્ય ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, ઉત્તર અરબ સમુદ્ર, કેરળ, કોંકણના બાકીના ભાગ, કર્ણાટકના ઉત્તર અંતરિયાળ ભાગ, દક્ષિણ કર્ણાટકના મોટા ભાગના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અરબી સમુદ્રમાં વરસાદ માટે સાનુકૂળ સિસ્ટમને કારણે ચોમાસુ સમય કરતા બે દિવસ પહેલાં જ કેરળ પહોંચી ગયું છે.

નૈઋત્ય પવનની અસરને કારણે જ હવામાં ભેજ વધી રહ્યો છે. જેથી અસહ્ય બફારો વર્તાઇ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ સમય કરતા થોડું વહેલું ચોમાસું આવી પહોંચે તેવી સાનુકુળ પરિસ્થિતિ હાલ સર્જાઇ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

One thought on “સાપુતારામાં સર્જાયું આહ્લાદક વાતાવરણ,તમને પણ જવાનું થઇ જશે મન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *