મહુધા રેસ્ટ હાઉસ ચીકડી નજીક નડિયાદ તરફથી પૂરપાટ બાઈક હંકારી રોન્ગ સાઈડે આવી રહેલ ધો. 12ના પરીક્ષાર્થીનો કાર સાથે અકસ્માત થતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. સોમવારે બપોરે 3 વાગ્યે નડિયાદ થી મહુધા રેસ્ટહાઉસ ચોકડી તરફ એક બાઈક પર બે યુવકો પુરપાટ ઝડપે આવી રહ્યા હતા.
દરમિયાન કઠલાલ તરફથી એક અલ્ટો કાર નડિયાદ તરફ જઈ રહી હતી. બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા તેનું બાઈક સીધુ કાર સાથે જી અથડાયું હતું. જે ગમખ્વાર ઘટનામાં ધો.12 ની પરીક્ષા આપવા જઈ રહેલ નીલકુમાર પટેલનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરના જણાવ્યા પ્રમાણે યુવકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર મામલે મહુધા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મરણ જનાર યુવકને પીએમ માટે મહુધા સીએચસી પર ખસેડવામાં આવ્યો હતો.
મૃતકના પિતાનું 5 વર્ષ પહેલા મૃત્યુ થયું હતું
મરણ જનાર યુવકના પિતાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેનો મોટો ભાઈ હાલ મહુધા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. માતા ઘરકામ કરે છે. યુવકને સોમવારે ધોરણ 12નું પેપર હતું. માતા-પુત્ર પર પાંચ વર્ષમાં પરિવારના બે સભ્ય ગુમાવતાં વજ્રઘાત થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો