શિક્ષણમંત્રીની મોટી જાહેરાત આવતીકાલથી ધોરણ 1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ થશે, વિદ્યાર્થીની હાજરી મરજીયાત

  • રાજ્યમાં ધો.1થી 5ના વર્ગો આવતીકાલથી શરૂ
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી

રાજ્યમાં ધો.1થી 5ના વર્ગો આવતીકાલથી શરૂ થશે. જેમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. વધુમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે કોરોનાકાળમાં અનેક મુશ્કેલી આવી છે. દેશ અને રાજ્યમાં મોટા પ્રમાણમાં રસીકરણ કામગીરી થઈ છે. જેમાં જૂની SOPના નિયમોનું ચુસ્તપણે પાલન થશે. તેમજ વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે.

ઓફલાઇન વર્ગો આવતીકાલથી શરૂ થશે

રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી છે. જેમાં આવતીકાલથી ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂઆત કરવા શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. તેમાં ઓફલાઇન વર્ગો આવતીકાલથી શરૂ થશે. ઉલ્લેખનિય છે કે પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે. તે હવે આલતીકાલથી શાળામાં અભ્યાસ કરી શકશે.

બાલમંદિરમાં બાળકોના શિક્ષણને અનુમતિ આપવી કે નહીં તે અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે

વધુમાં જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘બે વર્ષ બાદ શાળાઓમાં ધોરણ 1થી 5નાં વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ અપાશે. બાલમંદિરમાં બાળકોના શિક્ષણને અનુમતિ આપવી કે નહીં તે અંગે ટૂંક સમયમાં જ નિર્ણય લેવાશે. વાલીઓની મંજૂરી બાદ આવતી કાલથી શાળામાં ધોરણ 1થી 5નાં બાળકોને શિક્ષણ અપાશે.’

ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ થયા

ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે. તેમ પણ જણાવવામાં આવ્યું છે.

શાળા સંચાલક મહામંડળે સરકારના આ નિર્ણયને આવકાર્યો

અત્રે તમને જણાવી દઇએ કે, શાળા સંચાલક મહામંડળે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. પરંતુ બીજી બાજુ FRC ફી તેમજ શાળા મર્જર મુદ્દે સરકાર પાસેથી હજુ સુધી કોઇ જ સ્પષ્ટ જવાબ નથી મળ્યો. તદુપરાંત શિક્ષકોની ભરતી મુદ્દે પણ જીતુ વાઘાણીએ કોઇ જ સ્પષ્ટતા નથી કરી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *