Stock Market Update ! શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ તૂટ્યો

share market

 

  • સ્ટોક માર્કેટ અપડેટ (Stock market update) : શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 532.44 પોઈન્ટ એટલે કે 0.96% ઘટીને 55,146.66 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 157.80 પોઈન્ટ એટલે કે 0.95% ઘટીને 16,411.75 પર ટ્રેડ કરી રહ્યો છે.
વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવાર, 7 જૂને ભારતીય શેરબજાર ફરી લાલ નિશાન સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ (Sensex) 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી પણ લપસી ગયો છે. સેન્સેક્સ 532.44 પોઈન્ટ અથવા 0.96% ના ઘટાડા સાથે 55,146.66 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 157.80 પોઈન્ટ્સ અથવા 0.95% ના ઘટાડા સાથે 16,411.75 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોમવારે પણ માર્કેટ લાલ હતું :

આ પહેલા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ 93.91 પોઈન્ટ્સ અથવા 0.17% ઘટીને 55,675.32 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 18.55 પોઈન્ટ્સ અથવા 0.11% ઘટીને 16,565.75 પર બંધ થયો હતો. આજે ભારતીય શેરબજારમાં પ્રી-ઓપનિંગમાં પણ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો અને પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 300 પોઈન્ટ અને નિફ્ટી 16,500 પોઈન્ટ નીચે આવી ગયા હતા.

વૈશ્વિક બજારમાં પણ ઘટાડો નોંધાયો હતો :

આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારો પર દબાણ જોવા મળી રહ્યું છે. આ સાથે સ્ટોક ફ્યુચર પણ નબળા પડ્યા છે. આ પહેલા સોમવારે અમેરિકી બજારો મામૂલી વધારા સાથે બંધ થયા હતા. સોમવારે ડાઉ જોન્સ 16 અંક વધીને 32,915.78 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 49 પોઈન્ટ વધીને 12,061.37 પર બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 13 પોઈન્ટ વધીને 4,121.43 પર બંધ રહ્યો હતો.

આ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો :

આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો, રિયલ્ટી, ફાઇનાન્શિયલ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *