IFFI ના ઈન્ડિયન પેનારોમા પસંદગી થયેલી ગુજરાતી ફિલ્મ ’21મું ટિફિન’ નું સ્ક્રિનિંગ યોજાયું

IFFIમાં  પસંદ પામનારી ગુજરાતી ભાષાની ત્રીજી ફિલ્મનું ગૌરવ હાંસલ કરતી વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસ  અને ડિરેક્ટર વિજયગીરી બાવા ( Vijaygiri_Bava )ની ફિલ્મ ’21મું ટિફિન’

21mutiffingoa

1952થી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) કાર્યરત છે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવે છે અને ગોવા ખાતે એનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ અને એવોર્ડ સેરેમની યોજાય છે. અહીં  ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત ભારતની દરેક ભાષામાંથી જે તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરીને આ ફેસ્ટિવલમાં વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો સાથે રીપ્રેઝન્ટ કરવામાં આવે છે.

ગુજરાતી ફિલ્મોનો IFFI સાથે બહુ જૂનો નાતો છે. અગાઉ ૧૯૮૦માં ફિલ્મ ‘ભવની ભવાઈ’ અને ૧૯૯૨માં ‘હું હુંશી હુંશીલાલ’ ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત IFFIમાં સિલેક્ટ થઈ ચૂકી છે. એ પછી ૨૦૨૧ માં ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ સિલેક્ટ થઈ છે. વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ આ વર્ષે IFFI માં સિલેક્ટ થનારી એક માત્ર ગુજરાતી ફિલ્મ છે.

વર્ષ ૨૦૨૦માં નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નું શો કેઝ તરીકે  ઓપનીંગ સેરેમનીમાં ખાસ સ્ક્રીનીંગ ગોઠવાયું હતું.

નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરી ( Raam Mori ) ની ટુંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ અગાઉ WRPN WOMEN’S INTERNATIONAL FILM FESTIVALમાં આઉટસ્ટેન્ડિંગ એક્સેલન્સ કેટેગરીમાં વિજેતા થઈ છે. આ ઉપરાંત   TORONTO INTERNATIONAL WOMEN FILM FESTIVALમાં પસંદગી પામી અને સફળતાપૂર્વક સ્ક્રીનીંગ થયું છે. પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા નિર્મિત આ ફિલ્મમાં નીલમ પંચાલ (Niilam Paanchal) નેત્રી ત્રિવેદી (Netri Trivedi) અને રોનક કામદાર (Raunaq Kamdar) મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં મેહુલ સુરતી (Mehul Surti) નું સંગીત છે અને પાર્થ તારપરા લિખિત ગીતને સ્વર આપ્યો છે ભારતીય સિનેમાના જાણીતા પ્લેબેક સિંગર મહાલક્ષ્મી ઐયરે(Mahalakshmi Iyer).

Source :- PIB News

READ ALSO :

એકવીસમું ટિફિન ફિલ્મને લઈ નવા વર્ષે આવ્યા શુભ સમાચાર..

રામ મોરીની વિજયગીરી ફિલ્મોસ સાથે ‘મહોતું’ થી લઈને ‘એકવીસમું ટિફિન’ સુધીની સફર..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *