મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાના વિરોધમાં આવતીકાલે બારડોલીથી અમદાવાદ ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’, PAASનું આ યાત્રાને સમર્થન

 

  • મોટેરા સ્ટેડિયમનું નામ બદલવાના વિરોધમાં બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યોજાશે.

  • બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી યાત્રા

PAAS દ્વારા ગુજરાત સરકારને ચીમકી આપવામાં આવી છે. PAAS ટીમ દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ને સમર્થન આપવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, સરદાર પટેલ સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PAAS નેતા અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) યાત્રામાં જોડાવા જાહેરાત કરી છે. સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) નું નામ બદલવાના વિરોધમાં તેઓ યાત્રા કરશે. સરદાર સન્માન સંકલ્પ યાત્રામાં PAAS પણ જોડાશે. સરદાર પટેલનું ગુજરાતમાં અપમાન ગણાવી વિરોધ કરાશે. સ્ટેડિયમનું નામ ફરીવાર સરદાર પટેલ કરવાની માંગ કરવામાં આવશે. બારડોલીથી ‘સરદાર સંકલ્પ યાત્રા’ કાઢી આ મુદ્દે વિરોધ કરાશે. બારડોલી આશ્રમથી મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ સુધી યાત્રા નીકાળવામાં આવશે. યાત્રા 12 જૂન રવિવારથી નીકળીને 13 જૂન સોમવારે પહોંચશે.

‘મોટેરા સ્ટેડિયમ’નું નામ બદલવા 12મી જૂનથી શરૂ થશે ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’

તમને જણાવી દઇએ કે, મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના રિનોવેશન બાદ તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ નામ બદલાવતા જ પાટીદાર સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને સરદાર પટેલનું નામ પુનઃસ્થાપિત કરવા માટે ‘સરદાર સંકલ્પ આંદોલન સમિતિ’ રચવામાં આવી છે. આ સમિતિ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.

જેને લઈને આગામી 12 જૂને ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ યોજાશે. બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી આ યાત્રા યોજાશે. આ યાત્રામાં કોંગ્રેસ ભાજપ નહીં પરંતુ પાટીદાર સમાજના તમામ લોકો જોડાય એવી અપીલ કરવામાં આવી છે. તો હવે તેઓની સાથે PAAS દ્વારા ‘સરદાર સન્માન સંકલ્પ યાત્રા’ને સમર્થન આપવામાં આવ્યું છે.

બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રાનું આયોજન :

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ સાંસદ દિનશા પટેલની અધ્યક્ષતામાં આગામી 12 જૂનથી સરદાર ‘સન્માન સંકલ્પ’ થકી અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને ફરીથી સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવા માટે ચળવળ શરૂ કરવામાં આવશે. બારડોલીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના મોટેરામાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બન્યા બાદ તેને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામ આપવામાં આવ્યું હતું. જેને લઇને આ વિવાદ સર્જાયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *