હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાથી મોટી રાહત, હવે વિધાનસભાની લડી શકે છે ચૂંટણી

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને (Hardik Patel) મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો.

ગયા મહિનાની શરૂઆતમાં, ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તે સમયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પાછા ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટે સાત કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી.

મહત્વનું છે કે વીસનગર રમખાણો મામલે કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા ફટકારી છે. વિસનગર કોર્ટના આ ચુકાદાને હાર્દિકે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાલ હાર્દિક જામીન પર બહાર છે, પરંતુ દોષિત જાહેર થયા હોવાથી તેઓ ચૂંટણી લડી શકતા નહોતા. આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ ઉપરાંત લાલજી પટેલ અને એ.કે. પટેલને પણ બે-બે વર્ષની સજા ફટકારી હતી. જ્યારે કે 14 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.

સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલાં તોફાનો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર પ્રતિબંધ લગાવી લીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે હાઈકોર્ટે પણ સજા પર પ્રતિબંધ લગાવવાની જરૂર હતી. જોકે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વચગાળાની રાહત છે.

આ ત્રણ કેસ પાછા ખેંચાયા
સિટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી હતી, આ કેસ કલમ 143, 144, 332 હેઠળ નોંધાયેલા હતા. બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસ સિવાય અમદાવાદની સેશન્સ કોર્ટમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ પેન્ડિંગ નથી. તેમણે કહ્યું હતું કે મેટ્રોપોલિટન કોર્ટ 15મી એપ્રિલે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા પટેલ અને અન્યો સામેનો ફોજદારી કેસ પાછો ખેંચવાનો આદેશ આપી શકે છે.

બીજી તરફ હાર્દિક પટેલે આંદોલનને લગતી તમામ બાબતો પાછી લઈને સરકાર પાટીદાર યુવાનોને રાહત આપે તેવી માંગ કરી હતી. હાર્દિકે સરકારને ચેતવણી આપી હતી કે જો કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો વધુ એક આંદોલન કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *