સુરતમાં લેસ્લિબયન નણંદે ભાભી સાથે ગંદી હરકતોની હદ વટાવી,જાણો સમગ્ર વિગતો

પોલીસના જણાવ્યા પ્રમાણે નણંદ લેસ્બિયન છે. રેશ્માની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે પતિ, સાસુ, નણંદ અને નણંદોઈ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, દહેજ અને મારપીટ અંગેનો ગુનો નોંધ્યો છે.

Surat ds

આજકાલ રાજ્યમાં એવા એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જેના પર વિશ્વાસ કરવો શક્ય હોતો નથી. બીજી બાજુ મહિલાઓ પર દૂષણો વધી રહ્યા છે, ત્યારે સુરતના લિંબાયતમાં પરિણીતા સાથે સગી નણંદે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. સાંભળીને ઝટકો લાગ્યોને.. અમને પણ લાગ્યો હતો. પરંતુ જ્યારે પરિણીતાએ ફરિયાદ નોંધાવી ત્યારે સમગ્ર ઘટનાની હકીકત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આવી ફરિયાદ પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પરિણીતાની ફરિયાદ દાખલ કરાઈ લેવાઈ છે અને સાસુ અને પતિ વિરુદ્ધ દહેજ અને અત્યાચારનો ગુનો નોંધાયો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે લિંબાયત ખાતે હાલ પિયરમાં રહેતી 24 વર્ષીય રેશ્મા (નામ બદલ્યું છે)ના લગ્ન એક વર્ષ અગાઉ ડુંભાલના આકીબ સાથે થયા હતા. રેશ્મા સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. શરૂઆતમાં સાસરીયામાં બધું સમુસુતરું ચાલ્યું હતું, પણ થોડા સમ. બાદ સાસરિયાઓની અસલિયત સામે આવી હતી. થોડા દિવસો બાદ ઘરમાં રેશ્મા એકલી હતી ત્યારે નણંદ તેની સાથે વિચિત્ર હરકતો કરવા લાગી હતી. પુરુષની જેમ ચુંબન કરી બાહુપાશમાં જકડી નણંદે શારીરિક છેડછાડ પણ કરી હતી. જોકે તે સમયે રેશ્માએ નણંદ મસ્તી કરી હોવાનું માની વાતને બહુ ગણકારી નહોતી.

ગત એપ્રિલ મહિનામાં રમજાનના સમયમાં રાત્રિ દરમિયાન નણંદે ઘરમાં એકલતાનો લાભ લઈ ભાભી રેશ્મા સાથે બળજબરી કરી હતી. રેશ્માને નિર્વસ્ત્ર કરી ગુપ્ત ભાગે અડપલાં પણ કર્યા હતા. જેનો વિરોધ કર્યો છતાં નણંદે પુરુષની માફક જબરદસ્તી કરી બદકામ કર્યું હતું.

પીડિતાએ પતિ સહિતના સાસરિયાઓને નણંદની આ હરકત અંગે વાત કરી હતી, તો સામે સાસરિયામાં રેશ્માની વાત સાંભળવાના બદલે તેની સાથે ગાળાગાળી કરી ધાકધમકી આપી હતી. સાસરીયાઓએ ‘નણંદને અસરાત છે, એની ઉપર પુરુષ માણસ હાવી થાય છે’ એમ કહી આ વાત કોઈને પણ નહિ કરવા રેશ્માને ધમકાવી હતી, સાથોસાથ તલાક આપી દેવાની પણ ધમકી આપી હતી. જેને પગલે નણંદે ફરીથી રેશ્મા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે નણંદ લેસ્બિયન છે. રેશ્માની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે પતિ, સાસુ, નણંદ અને નણંદોઈ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, દહેજ અને મારપીટ અંગેનો ગુનો નોંધ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp