અમરેલી, લીલીયા તાલુકાના સનાળીયા ગામનું સોળમા સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ સ્નેહમિલન નું આયોજન થયું હોવાથી લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સનાળિયા ગામે નવી પહેલ કરી કે નારી શક્તિ, સમાજ શક્તિ અને યુવા શક્તિ આ ત્રણેય સાથે દિપ પ્રાગટ્ય કર્યું હતું. આ પ્રસંગે વડીલો,યુવાન ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમગ્ર અમરેલી જિલ્લા નુ ગૌરવ અને સનાળિયા ગામનુ ગૌરવ એશિયાના સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપની ઇફ્કો ના ડાયરેક્ટર પદે શ્રી ભાવેશભાઈ રાદડિયા નુ સમસ્ત સનાળિયા ગામ દ્રારા મોમેન્ટો આપી સન્માન કર્યું હતું અને ગામના અન્ય સમાજ શ્રેષ્ઠી શ્રી હસમુખ ભાઈ હિરપરા અને શ્રી અરવિંદભાઈ પાંચાણી નું પણ સન્માન કર્યું હતું. સાવલિયા પરિવાર, હિરપરા પરિવાર,પાનસુરીયા પરિવાર થતા કોળી સમાજ પરિવાર દ્વારા ભાવેશભાઈ રાદડિયા નું સન્માન કર્યું હતું.
આ સ્નેહમિલન માં ઉદ્દબોદનમાં ભાવેશભાઈ રાદડિયા જણાવ્યું કે,એક નાના એવા ગામ નો છોકરો આજે એશિયા ની સૌથી મોટી ફર્ટીલાઈઝર કંપની ઇફ્કો ના ડાયરેક્ટર બનતા સમગ્ર ગામ ની હર્ષ લાગણી અનુભવે છે,વધુમાં જણાવતા ઇફકો દ્વારા થોડા દિવસો પહેલા યુરિયા ખાતર નું લીકવીડ બહાર પાડ્યું છે જેમાં પૈસા અને જમીન ની ફળદ્રુપતા જળવાય રહે એ રીતે બનાવવા માં આવ્યું છે, સનાળીયા ગામ અને સમગ્ર અમરેલી જિલ્લા ના લોકો ને ખેતી માં આગળ વધે એ માટે હરહંમેશ કાર્ય કરતા રહેશે.
આ સ્નેહમીલન માં દરેક ને ઉપયોગી રહે તે માટે બિઝનેસ સ્ટોલ પર મુકવામાં આવ્યા હતા, ઇનામ વિતરણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર સ્નેહમિલન ની સ્ટેજ સંચાલન સંસ્કાર સોજીત્રા અને કૃષાલી સોજીત્રા દ્વારા સંચાલન કર્યું હતું.આ સમગ્ર આયોજન યુવાનો દ્વારા સારી રીતે પૂર્ણ કર્યું હતું.
સંસ્કાર સોજીત્રા (રિપોર્ટર,સુરત)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો