સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા ની સગાઈ ભાજપ નેતા સાથે થતા અનેક તર્કવિતર્ક, કાવ્યા પટેલ ભૂતપૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે

હાર્દિક પટેલ બાદ પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા લગ્નના બંધને બંધાશે

પાટીદાર આંદોલન થકી પ્રકાશમાં આવેલા બે યુવાનો પૈકી હાર્દિક પટેલ બાદ હવે અલ્પેશ કથિરીયા પણ ઠરીઠામ થવા તરફ આગળ વધી ગયા છે. અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન થકી પ્રકાશમાં આવ્યા અને સુરત અને સમગ્ર ગુજરાતનાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે.અલ્પેશ કથીરિયાની નવા જીવનની શરૂઆત ભાજપના પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે થવા જઈ રહી છે.

 

કામરેજની હોટલમાં સગાઈ

અલ્પેશ કથીરિયા એ ભાજપનાં નેતા સાથે સગાઇ કરતા લોકોમાં કુતુહલ પણ વ્યાપ્યું છે. પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ સાથે અલ્પેશ કથીરિયાએ કામરેજની ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા. કાવ્યા પટેલ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે.

પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાયા

અલ્પેશ કથીરીયા પર રાજદ્રોહનો ગુનો

કાવ્યા પટેલ ભાજપના બેનરતળે તેઓ કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કથીરીયા રાજદ્રોહ સહિતના અનેક ગુનામાં જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. હાલ તો પાટીદાર અનામત મુદ્દે તે હંમેશા પ્રકાશમાં રહે છે. આ ઉપરાંત ભાજપ વિરોધી ચહેરાઓ પૈકી પણ તેનો ચહેરો પ્રખર માનવામાં આવે છે.

 

સુરત અને સમગ્ર ગુજરાતનાં પાટીદારોમાં મજબુત પકડ ધરાવતા યુવા નેતાઓ પૈકી એક ગણવામાં આવે છે.અલ્પેશ કથીરિયાની નવા જીવનની શરૂઆત ભાજપના પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે થવા જઈ રહી છે. અલ્પેશ પોતાનાં સ્પષ્ટ  વિચારો વ્યક્ત કરવાનાં કારણે પણ રાજકીય વર્તુળોમાં હલચલ પેદા કરતા રહે છે. જો કે હાલમાં જ સુરતમાં આપને મોટી સફળતા અપાવ્યા બાદ તે આપમાં જોડાય તેવી શક્યતા સેવાઇ રહી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. Digital Gujarat Govવેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  Digital Gujarat Govસારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *