ગુજરાતમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે

  • અમદાવાદ સહિત રાજ્યના 7 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો

  • અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં આવતીકાલથી હીટવેવ

  • ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં ગરમીનો ઘટાડો હજુ યથાવત

આજથી ગુજરાતમાં પડશે અંગ દઝાડતી ગરમી. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે અને 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો બુધવારે રાજ્યના 6 શહેરમાં ગરમીનો પારો રહ્યો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. સૌથી ઊંચું તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

મંગળવાર સુધી દક્ષિણ-પશ્રિમ દિશામાંથી ભેજવાળા પવન ફુંકાતા હતા. હવે ઉતર દિશામાંથી જમીન પરના પવન ફુંકાઇ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આજે આખો દિવસ ગરમ લૂં ફુંકાતા શહેરીજનો તાપમાં બરાબરના શેકાયા હતા. જમીન પરના ગરમ પવન શરૃ થયા હોવાથી આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.

ગુજરાતમાં ફરી મહત્તમ તાપમાનમાં એકથી સવા ડિગ્રી જેટલો વધારો થતાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. આજે બુધવારે અમદાવાદ સહિત રાજ્યના કુલ 7 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો હતો. જે પૈકી કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં તાપમાન 42 ડિગ્રીને પાર નોંધાયું હતું. ત્રણેય સ્થળ પર 42.5 ડિગ્રીએ પારો પહોચ્યો હતો. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામા આવી છે કે, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ પંથકમાં શુક્રવારથી હીટવેવની શક્યતાઓ છે. સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો વર્તારો રહ્યાં બાદ ગત શનિવારથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો હતો. સોમવાર સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 3થી 4 ડિગ્રી જેટલું ગગડયું હતુ. જોકે આજે ફરી તાપમાનમાં નજીવો વધારો થયો છે અને બીજી તરફ શુક્રવારથી ગરમી હજુ વધશે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. આજે બુધવારે  અમદાવાદ શહેરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સિવાય ગાંધીનગરમાં પણ 41.4 ડિગ્રી જ્યારે ડીસામાં હજુ 39 ડિગ્રી જ તાપમાન થયું છે. આમ ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં ગરમીનો ઘટાડો હજુ યથાવત છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *