સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં 76 સાક્ષીની જુબાની પુર્ણ,આવો જાણીએ સમગ્ર વિગતો

Grishma murder case

સુરત : શહેરના પાસોદરામાં સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા (grishma vekariya murder case) કરનારા આરોપી ફેનિલ સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ 10 સાક્ષીઓની જુબાની બાકી છે. જો કે અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓએ ફેનિલને ઓળખી બતાવ્યો હતો. અત્યાર સુધીના તમામ સાક્ષીઓએ ફેનીલને ઓળખી બતાવ્યો છે. આ ઉપરાંત ચપ્પુ જે દુકાનેથી ખરીદાયું હતું તેણે જણાવ્યું કે, આ ચપ્પુ ફેનિલે પ્રોટેક્શ માટે હોવાનું કહીને ખરીદ્યું હતું.  

પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મુકીને તેની સરાજાહેરમાં હત્યા કરી નાખી હતી. અનેક લોકો ત્યાં હાજર હતા છતાં કોઇએ ગ્રીષ્મા વેકરિયાને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જો કે, પોલીસે આરોપીને પકડી તેની સામે ઝડપથી ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને કેસ કાર્યવાહી પણ કોર્ટમાં શરૂ થઇ ગઇ હતી. ફેનિલ ગોયાણીએ પાસોદરામાં અનેક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વેકરિયાને પકડીને તેના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. ફેનિલે જેની પાસે ચપ્પુ ચપ્પુ ખરીદ્યુ એ ઉપરાંત કોલેજમાં જે મિત્રને મળ્યો હતો તે સહિતના 11 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી.

આવતીકાલે 10 સાક્ષીની જુબાની લેવાશે

કુલ 76 સાક્ષીની જુબાની પૂરી કરાઈ હતી. હવે આવતીકાલે સોમવારે વધુ 10 સાક્ષીની જુબાની લેવાશે. નોંધનીય છે કે કુલ 190 સાક્ષીઓ આ કેસમાં છે. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલે સાક્ષીઓની સરતપાસ કરી હતી.  

અત્યાર સુધીમાં કુલ 76 સાક્ષીઓની જુબાની પુર્ણ થઇ ચુકી છે. જો કે આવતીકાલે સોમવારે વદારે 10 સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 190 સાક્ષીઓ આ કેસમાં છે. સરકારના પક્ષે મુખ્ય જિલ્લાઅધિકારી વકીલે સાક્ષીઓની સરતપાસ હાથ ધરી હતી. આ અંગે ગ્રીષ્માના ભાઇ સહિત તેના કાકા અને અન્ય પરિવારના લોકો કે જે સ્થળ પર હાજર હતા તેમની સાક્ષી લેવામાં આવી હતી. 

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 
અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *