અમદાવાદની નામાંકિત ક્લબોએ લીધો મોટો નિર્ણય,આ વર્ષે પણ નહીં ઉજવાય હોળી-ધૂળેટી

કોરોનાના વધતા કેસોની વચ્ચે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની ક્લબોમાં પણ આ વર્ષે પણ હોળી ધુળેટીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરની રાજપથ અને કર્ણાવતી કલબમાં આ વર્ષે પણ હોળી ધુળેટીને લઈ કોઈ આયોજન કરવામાં આવશે નહીં. રાજ્યમાં હજુ કોરોના કેસ આવે છે અને સંપૂર્ણ કોરોના ગયો ન હોવાથી કબલ સંચાલકોએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.  

તમને જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષથી રાજ્યમાં કોરોના મહામારીના કારણે તમામ ઉજવણીઓ બંધ છે અને આ વર્ષે પણ બંધ રાખવાનો નિર્ણય ક્લબ દ્વારા લેવામાં આવ્યો છે. કલબોમાં હોળી ધુળેટીના તહેવારનું મોટા પાયે આયોજન કરવામાં આવતું હતું. જેમાં કલરોની સાથે રેનડાન્સનું પણ આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.  

રાજ્યમાં કોરોનાનું હજુ પણ આવનજાવન ચાલુ જ છે. ત્યારે એ પરિસ્થિતિને જોતા શહેરની આ નામાંકિત ક્લબોએ જનતાના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. કારણ કે જો હોળીમાં સેલિબ્રેશન કરવા માટે જો ફરીથી લોકો એકત્ર થશે તો ફરીથી શહેરમાં કોરોનાના કેસ નહીં વધે તેની કોઇ ગેરંટી નહીં. આથી જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.   ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 2 વર્ષથી રાજ્યમાં કોરોનાના કારણે તમામ ઉજવણીઓ પર પ્રતિબંધ લદાયો હતો. જો કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનમાં જરૂરી છૂટછાટો પણ આપવામાં આવી છે. પરંતુ તેમ છતાં અમદાવાદમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં થઇ શકે.

રેઇન ડાન્સમાં કોરોના ફેલાવાની હજુ પણ ભીતિ

તમને જણાવી દઇએ કે, ક્લબોમાં હોળી-ધુળેટીના તહેવારનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે તેમાં કલરોની સાથે-સાથે રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. આથી તેમાં કોરોના સંક્રમણ વધારે ફેલાય તેવી સ્થિતિ જોવા મળતા આ વર્ષે પણ હોળી સેલિબ્રેશન નહીં કરવાનો શહેરની નામાંકિત ક્લબો દ્વારા આ નિર્ણય લેવાયો છે. શક્ય છે કે, અમદાવાદની નામાંકિત ક્લબો બાદ અન્ય કેટલાંક શહેરોની પણ ક્લબો આ અંગે યોગ્ય નિર્ણય લઇ શકે છે.  

ગત વરસે પણ કોરોનાના કેસ વધતા કલબોમાં ધૂળેટીની ઉજવણી બંધ રહી હતી. હાલ તો અમદાવાદની સૌથી મોટી બે ક્લબોએ તહેવારની ઉજવણીને લઈને આ નિર્ણય લીધો છે, પરંતુ સુરત, વડોદરા અને રાજકોટની ક્લબોમાં ધુળેટીની ઉજવણી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 
અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *