રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય , રાજ્યમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને કરમુક્તિ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાશ્મીરી પંડિતો અંગેની ચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ’ (The Kashmir Files) ને કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. અનુપમ ખેર અને મિથુન ચક્રવર્કતી અભિનીત ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) જોવા દર્શકો થિયેટરોમાં જઇ રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત છે.

ધ કાશ્મીર ફાઇલ (The Kashmir Files) ફિલ્મમાં કાશ્મીરી પંડિતોને 1990ની સાલમાં ઘરમાંથી કઈરીતે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા તે દુઃખદ ઘટનાને વિસ્તારમાં દર્શાવામાં આવી છે.

ટેક્સ ફ્રી કરનાર ત્રીજું રાજ્ય બન્યું ગુજરાત 
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે, અને હવે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ આ જાહેરાત કરી છે.  આ સમાચાર સામે આવતા જ ફિલ્મ રસિકોએ આ નિર્ણયને આવકાર્યો હતો. ઘણા સિનેમાપ્રેમીઓ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. લોકો પણ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે

તાજેતરમાં જ હરિયાણા સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની ઘોષણા કરી હતી. એક્સાઇઝ અને ટેક્સેસન ડિપાર્ટમેન્ટે હરિયાણામાં આ ફિલ્મને કરમુક્ત કરવાની સત્તાવાર ઘોષણા કરી હતી. આ ફિલ્મમાં આર્ટિકલ 370થી લઈને કાશ્મીરના ઈતિહાસને સમાવામાં આવ્યો છે. તેમજ કાશ્મીરી પંડિતોને કઈ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણાની સાથે-સાથે મધ્ય પ્રદેશે પણ ધ કાશ્મીર ફાઈલ્સને ટેક્સ ફ્રીની ઘોષણા કરી હતી.  

ફિલ્મ જોઈને  દર્શકો થિયેટરમાં રડી પડ્યાં 
આ ફિલ્મની પટકથા 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે થયેલા અમાનવીય વર્તન અને તેમને કાશ્મીરમાંથી કાઢી મુકવામાં આવ્યા તેના પર આધારિત છે.   વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને પીડાને જોઈને દર્શકો ભાવુક થઈ રહ્યા છે અને લોકો તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 
અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *