સુરત ના યુવાન એ પોતાના જન્મદિવસે કરી હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ની શરૂઆત..

સુરત એટલે સેવાકીય સંસ્થાઓની ભૂમિ. દેશ જ નહીં પરંતુ વિશ્વની સૌથી વધુ સેવાકીય સંસ્થાઓનો જન્મ અને વિકાસ સુરતમાં થાય છે. આખરે દાનવીર કર્ણની ભૂમિ ને!

એક એવા વ્યક્તિ નો પરિચય કરાવવા જઈ રહ્યા છે . જેઓ વર્ષ 2019 થી નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા મહેશ ભુવા(Mahesh Bhuva) વિશે જણાવવા જઈરહ્યા છીએ.મહેશ ભુવા (Mahesh Bhuva) એ સોશ્યલમીડિયા (Social Media) નો સદ્ઉપયોગ  કરી આજ દિન સુધી અનેક જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરી છે.તેમને એવા વ્યક્તિ અને જરૂરિયાતમંદ પરિવાર  ની પોસ્ટ મૂકી ને અત્યાર સુધી બે કરોડ થી પણ વધુ ની રકમ નું દાન એકત્ર કરી અને પરિવાર ના ખાતા નંબર મૂકી ને સીધા જ પરિવાર ના બેંક ખાતામાં રકમ જમા કરાવી છે.

ત્યારે ગતરોજ  શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજનું ફેસબૂક ઉપર પેજ ચલાવતા શ્રી મહેશભાઈ ભુવાનો જન્મ દિવસ હતો તેમજ આજના દિવસે તેમને એક ટિમ સાથે મળીને હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરી. જે સંસ્થા થકી નિરાધારનો આધાર બની ગરીબ પરિવારોને થતી આર્થિક મદદની જરૂરિયાત સંતોષી શકાશે. સુરતની દરેક સેવાકીય સંસ્થાઓની હાજરી અને સેવન મહારથીઓના સન્માનથી આજનો પ્રસંગ દીપી ઉઠ્યો હતો.

આ પ્રસંગે શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા,વસંતભાઈ ગજેરા,મનહરભાઈ સાચપરા, અલ્પેશભાઈ કથીરિયા,એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના રહીમભાઈ , ધાર્મિકભાઈ માલવિયા,પૂજાબેન, જેરામદાદા, ગ્રીન આર્મી ગ્રુપ,અંકિતાબેન મુલાણી ચાર્મી ગુણા અને અનેક સેવાકીય સંસ્થાઓ અને સમાજ શ્રેષ્ઠી લોકો આ કાર્યક્રમ માં હાજર રહ્યા હતા.જુઓ વિડિયો (Facebook :શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel )

કાર્યક્રમ માં નાની દીકરી ચાર્મી ગુણા એ પોતાના વક્તવ્ય માં કહ્યું કે મહેશભાઈ જે સેવા નું શરૂઆત નવા યુવાન એટલે મહેશ ભુવા સોશ્યિલ મીડિયા નું ઉપયોગ કરી ની અનેક ની સેવા કરી છે.સોશ્યિલ મીડિયા નો સદુપયોગ કરી ને અનેક ની સેવા કરી છે.સોશ્યિલ મીડિયા જેટલું સારું છે તેટલું ખરાબ પણ છે.સોશ્યિલ મીડિયા નો ઉપયોગ કરતા આવડે તો તે સારું નહિતર તે ખરાબ જ છે, મહાભારત નો એક પ્રસંગે યાદ આપતા શ્રી કૃષ્ણ પરમાત્મા દુર્યોધન અને યુદ્ધિષ્ઠિર કહે છે કે હે યુદ્ધિષ્ઠિર આ જગત માં ફરો અને એ પાપી અને ખરાબ માણસો ને શોધી લાવો ત્યારે યુદ્ધિષ્ઠિર આખા જગત માં ફરી છે પણ તેને એક પણ પાપી અને ખરાબ માણસ નથી મળતો તે પરમાતા માં કહે છે હે પરમાત્મા મારા કરતા સજ્જન માણસો છે પછી દુર્યોધન ને કહે છે આખા જગત માં ફરો અને સજ્જન માણસો ને ગોતી લાવો કે કોઈએ પાપ ન એવા માણસો ને શોધી લાવો આખા જગત માં ફરે છે અને સજ્જન માણસો નથી મળતો.

મનહરભાઈ સાચપરા એ જણાવ્યું કેએ તમે જે પોસ્ટ સોશ્યિલ મીડિયા માં અપલોડ કરો છો એમની ચકાસણી શું છો ? ત્યારે મહેશભાઈ એ જણાવ્યું કે હું તેમના ઘરે જઈ ને એમની પરિસ્થિતિ ની અને આજુબાજુ માં તેમના સગાવાલા ની ચકાસણી કર્યા બાદ જ હું તેમની પોસ્ટ માં સોશ્યિલ મીડિયા માં મુકુ છું ..

ડિજિટલ ગુજરાત ન્યૂઝ ની ટિમ અને KalTak24 ની ટિમ વતી આપને હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ખુબ જ સેવા કરતી રહે તેવી શુભેચ્છા..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

One thought on “સુરત ના યુવાન એ પોતાના જન્મદિવસે કરી હેલ્પીગ ચેરીટેબલ ટ્રસ્ટ ની શરૂઆત..

  1. Pingback: આખરે વડોદરાની ક્ષમાએ પોતાની જ સાથે કરી લીધા લગ્ન- ઇતિહાસમાં પહેલીવાર દુલ્હા વગર જ દુલ્હને લીધા સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *