કર્ણાવતી કલબ પાસે કારચાલકે રોંગસાઈડમાં હંકારીને બાઇક ચાલકને ઉડાવ્યા,2 ના મોત

અમદાવાદના કર્ણાવતી કલબ પાસે કારચાલકે રોંગસાઈડમાં પુરઝડપે હંકારીને બાઇકને અડફેટે લીધી છે. જેમાં 2 યુવકોના મોત થયા છે. તેમાં કર્ણાવતી કલબ પાસે આવેલ ઝવેરી ચાર રસ્તાથી એસપી રિંગ રોડ તરફ જતા રોડ પર એક મહેન્દ્રા થાર કારે રોંગ સાઈડમાં પુરઝડપે હંકારીને એક બાઇકને અડફેટે લીધી હતી. જેમાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

કાર જપ્ત કરીને સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી
ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે એમ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને કાર જપ્ત કરીને સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી પોલીસે હાથધરી છે. જેમાં મંગળવારનો દિવસ ખુબ જ કમકમાટી રહ્યો હતો. તેમાં મધરાત્રીએ શહેરના કર્ણાવતી કલબથી એસપી રિંગ રોડ જતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 યુવકોના મોત નિપજ્યા છે. તેમાં કાર ચાલક ઓવર સ્પીડમાં રોન્ગ સાઇડથી આવતા બાઈક ચાલકોને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તાપસ હાથ ધરી
અકસ્માત બાદ કાર ચાલાક ફરાર થઇ ગયો. ત્યારે મળતી માહિતી પ્રમાણે અકસ્માત સર્જનાર ગાડીમાં 4થી 5 લોકો સવાર હતા. જેમાં અકસ્માત સર્જીને તમામ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ત્યારે મૃતક યુવકોમાં એક સુરેશ ઠાકોર અને બીજો સારંગ કોઠારીનો સમાવેશ થાય છે. બન્ને યુવકો એસજી હાઇવે સ્થિત કંપનીમાં સાથે કામ કરતા હતા. તથા બન્ને યુવકો કામ પરથી ઘેર પરત જતા અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તાપસ હાથ ધરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *