વિદેશ ની ધરતી પર બે ગુજરાતી કલાકાર ગરબા ની ધૂમ મચાવશે,પ્રથમવાર કોઈ ગુજરાતી કલાકાર નો ભવ્ય શો જોવા મળશે

Alpa patel

ગુજરાતના લોકપ્રિય કોકીલકંઠી ગાયિકા એટલે અલ્પાબેન પટેલ. આપણે સૌ લોકો જાણીએ છે કે, એમના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવનમાં સફળતા મેળવી છે. માત્ર ગુજરાતમાં જ નહિ પણ દેશ વિદેશોમાં પણ અલ્પાબેન પટેલ ગુજરાતી ગીતો અને ભજનો પર ધૂમ મચાવી રહ્યા છે ત્યારે હાલમાં જ અલ્પાબેન પટેલને વિદેશની ધરતીમાં ખૂબ જ અનેરો આવકાર મળ્યો છે. આવો આવકાર કોઈ ગુજરાતી કલાકારને ભાગ્યે જ મળ્યો હશે. ચાલો આપને જણાવીએ કે, આખરે અલ્પાબેન પટેલની ચારોતરફ વાહ વાહ શા માટે થઈ રહી છે અને ગુજરાત માટે આ ગૌરવવંતી ક્ષણ શા માટે છે?

ગુજરાતના દરેક લોકપ્રિય કલાકારો દેશ-વિદેશોમાં ડાયરા અને ગરબામાં ગુજરાતી ગીતો અને ભજનોની રમઝટ બોંલાવતા હોય છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ઘરતી પર અલ્પાબેન પટેલ ઇતિહાસ રચવા જઇ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે,ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન શહેરમાં અલ્પા પટેલની ગરબા નાઈટ યોજાવવાની છે, આ ગરબા નાઈટ ખરેખર પહેલીવાર કોઈ ગુજરાતી કલાકારની મેલબોર્નમાં આવી ભવ્ય ગરબા નાઈટ યોજવવા જઇ રહી છે.

અમે આપને જણાવીએ કે આખરે આ ગરબા નાઈટ એટલી ખાસ શા માટે છે? અલ્પાબેન પટેલ અને સાગરદાન ગઢવીની જુગલબંધી દ્વારા રંગરાસ -2022 ગરબા નાઇટનું આયોજન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તા. 23 જુલાઈનાં રોજ આયોજિત કરવામાં આવેલી છે. આ ગરબા નાઈટનું પૂર્વ આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, ભાગ્યે જ કોઈ કલાકારનાં ઇવેન્ટની વિદેશની ઘરતી પર પ્રમોશન કરવામા આવ્યું હોય. આ ઇવેન્ટ માટે જે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે

 

View this post on Instagram

 

A post shared by Alpa Patel (@alpapatel.official)


અલ્પાબેન પટેલ આ ઇવેન્ટ અંગે પોતાનું ઇન્ટરવ્યૂ પણ આપેલ છે, જેમાં આ ગરબા નાઈટ અંગે વધુ વિગતવાર વાત કરી છે, જે તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ શકો છો. અમે આપને જણાવીએ કે અલ્પાબેન પટેલ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇતિહાસ કઈ રીતે રચ્યો છે. જે રીતે મેલબોર્નમાં રાસ રંગ ગરબા નાઇટની તૈયારીઓ કરવામા આવી છે, ત્યારે કહી શકાય કે પ્રથમ વખત કોઈ ગુજરાતી કલાકારનું આવી રીતે સન્માન થઇ રહ્યું છે.

તમને જાણીને આનંદ થશે કે, અલ્પાબેન પટેલની આ રાસ રંગ ગરબા નાઈટ ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે .મેલબોર્ન શહેરમાં દરેક જગ્યા એ અતિ આકર્ષક હોલ્ડિંગ્સ લાગ્યા છે. ખાસ વાત એ છે કે, અત્યાર સુધીમાં આટલી સંખ્યામાં જાહેર હાઇવે પર કોઈ ગુજરાતી કલાકારોના હોર્ડિંગ નથી લાગ્યા, ત્યારે અલ્પાબેનની આ ઇવેન્ટ એટલી વખાણ કરવા માં આવી રહ્યા છે . તેમજ અત્યાર સુધી કોઈ ગુજરાતી કલાકારની આટલી સૌથી મોટી ઇવેન્ટ નથી થઇ.

IMG 20220722 WA0025

સામાન્ય રીતે પેક હોલમાં 200-500 લોકો હોય છે. પણ અહીં મેલબોર્નમાં આશરે 5000 ગુજરાતીઓ આવવાના છે. ખરેખર અલ્પા બેન પટેલની આ ઇવેન્ટ દરેક ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય કારણ કે, વિદેશની ધરતી પર ગુજરાતની પરંપરા અને ભજનો અને લોકગીતો ને ગુજતાં કરવા એ ખૂબ જ અનેરી વાત છે, આ અતિ ભવ્ય ઇવેન્ટ બદલ આપણે અલ્પાબેન પટેલને શુભેચ્છાઓ પાઠવીએ અને ભવિષ્યમાં પણ વિદેશોમાં આવી અતિ ભવ્ય ઇવેન્ટ કરે.

 

*અમુક લખાણ Gujarati Akhbar માં થી લેવામાં આવ્યા છે 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp