ઉત્તરાખંડ અને ગોવામાં પણ ખરાખરીની ટક્કર અને પંજાબમાં કોણ બનશે અ’સરદાર’ ?

ઉત્તર પ્રદેશમાં 7 માર્ચે ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થઇ ગયું છે. અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થતાં જ યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના એક્ઝિટ પોલ સામે આવવા લાગ્યા છે. આ સાથે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કે કયો પક્ષ કયા રાજ્યમાં સરકાર બનાવી શકે છે. પાંચેય રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. એક્ઝિટ પોલ પરથી એ સ્પષ્ટ નથી થઈ શકતું કે ક્યા રાજ્યમાં કયો પક્ષ સરકાર બનાવી રહ્યો છે, પરંતુ અનુમાન ચોક્કસ લગાવી શકાય છે કે ક્યા રાજ્યમાં કયો પક્ષ સત્તામાં આવે તેવી શક્યતા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવી હતી. તો બીજી તરફ પંજાબમાં કોંગ્રેસે સરકાર બનાવી હતી. આ વખતે એટલે કે 2022માં આ રાજ્યોમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

 

પંજાબમાં આપની સરકાર !!!

એક્ઝિટ પોલ પ્રમાણે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. પંજાબમાં આપને 70 સીટ મળવાની આશા છે. કોંગ્રેસને 19થી 31, અકાલી દળને 7થી 11, ભાજપ ગંઠબંધનને 1થી 7 અને અન્યને 2-2 બેઠકો મળી શકે છે.

ઉત્તરાખંડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર !!!

છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી હતી. સવાલ એ છે કે શું ભાજપ આ વલણને તોડશે કે સત્તા તેના હાથમાંથી સરકી જશે. આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર સ્પર્ધા છે. પહેલીવાર આમ આદમી પાર્ટી પણ પડકારમાં છે. જો કે સાચી ખબર તો 10મી માર્ચે પરિણામના દિવસે જ ખબર પડશે. ટાઈમ્સ નાઉ અને વીટોના એક્ઝિટ પોલ મુજબ ઉત્તરાખંડમાં 70 સીટો માટે હરીફાઈ થઈ શકે છે. અહીં ભાજપને 37, કોંગ્રેસને 31, AAPને એક અને અન્યને પણ એક બેઠક મળી શકે છે. તો સામે ABV CVoter અનુસાર ઉત્તરાખંડમાં ભાજપને 26-32, કોંગ્રેસને 32-38, AAPને 0-2 અને અન્યને 3-7 બેઠકો મળી શકે છે.

મણિપુરમાં ભાજપની સરકાર !!!

ઝી ન્યૂઝના સર્વે અનુસાર મણિપુરમાં ભાજપને 32-38, કોંગ્રેસ+ 12-17, NPFને 3-5, NPPને 2-4 અને અન્યને 2-5 બેઠકો મળી શકે છે.

ગોવામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર !!!

ગોવામાં વિધાનસભાની 40 સીટો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ દર વખતે રસપ્રદ રહ્યા છે. કેટલીય પાર્ટીઓ મામૂલ આંકડાથી સરકાર બનતા ચૂકી ગઈ છે. તો ઘણી વાર ઓછા ધારાસભ્યો હોવા છતાં પણ સરકાર બનાવવામાં સફળ રહ્યા છે. ઝી ન્યૂઝના સર્વે અનુસાર ગોવામાં ભાજપને 13થી 18, કોંગ્રેસ+ 14થી 19, MGP+ 2થી 5, AAPને 1થી 3 અને અન્યને 1થી 3 બેઠકો મળી શકે છે.    

 

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

વોટ્સએપ 1 : Whatsapp

વોટ્સએપ 2 : Whatsapp  

અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *