જીલ્લાઓ ના નામ બદલવા માટે યોગી સરકાર, લીસ્ટ થઈ ગઈ તૈયાર,જુઓ સમગ્ર વિગતો

યોગી આદિત્યનાથે ફરી વાર સત્તા સંભાળ્યા બાદ યુપીમાં શહેરોના નામ બદલવાની શરૂઆત કરી દીધી છે. આ મુસ્લિમ નામવાળા શહેર છે. તેમાં લગભગ ઢગલાબંધ જિલ્લા સામેલ છે. પણ હાલમાં શરૂઆતમાં 6 જિલ્લાના નામો સામે આવે છે. લિસ્ટમાં પહેલુ નામ છે અલીગઢ અને ત્યાર બાદ ફર્રુખાબાદ, સુલ્તાનપુર, બદાયૂ, ફિરોઝાબાદ અને શાહજહાંપુર છે.

ગોરખપુરના સાંસદ હતા ત્યારે પણ નામ બદલ્યા હતા
યુપીના મુખ્યમંત્રી હોવાની સાથે સાથે યોગી આદિત્યનાથ ગોરખપુરના પ્રસિદ્ધ ગોરખનાથ મંદિરના મઠાધીશ પણ છે. ગોરખપુરના સાંસદ રહેતા તેમણે કેટલાય વિસ્તારોના નામ બદલી નાખ્યા હતા. તેમાં ઉર્દૂ બજારને હિન્દી બજાર, હુમાયુપુરને હનુમાન નગર, મીના બજારને માયા બજાર અને અલીનગરને આર્યનગર કરી દીધું હતું.

યોગીના પાછલા કાર્યકાળમાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ પં.દીનદયાલ ઉપાધ્યાયના નામ પર કરી દીધું હતું. ત્યાર બાદ ઈલાહાબાદ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું હતું.

6 જિલ્લા પર નજર

સૂત્રોના જણાવ્યા અનુસાર 6 જિલ્લા એવા છે, જેના પર અંદરખાને સહમતી બની ચુકી છે અને મોહર લાગી ચુકી છે. સાથે જ ઠોસ ઐતિહાસિક પુરાવા સાથે પ્રપોજલ આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ઼

અલીગઢના પ્રશાસનના સૂત્રએ જણાવ્યું છે કે, રાજનીતિ અને ઈતિહાસ વિષયના પ્રોફેસરની સાથે કેટલાય બુદ્ધિજીવીને ઈતિહાસ અને રાજનીતિ પર શોધ કરીને નવા નામની ભલામણ કરવા માટે કહેવામાં આવ્યું છે. છ મહિના પહેલા તથ્યો સાથે નવું નામ સરકારને પ્રસ્તાવિત પણ કરી દીધા છે. આશા છે કે, આ વખતે વિધાનસભા સત્રમાં પ્રસ્તાવ પર મહોર લાગી જશે.

આ 6 જિલ્લાના નામ મોકલવામાં આવશે

અસલી નામ- નવું નામ

અલીગઢ- હરીગઢ અથવા તો આર્યગઢ
ફર્રુખાબાદ- પાંચાલ નગર
સુલ્તાનપુર- કુશભવનપુર
બદાયૂ- વેદમઉ
ફિરોઝાબાદ- ચંદ્રનગર
શાહજહાંપુર-શાઝીપુર

આ જિલ્લાના નામ બદલવાની પણ તૈયારી

મૈનપુરી- મયાનપુરી
સંભલ- પૃથ્વીરાજનગર
દેવબંધ- દેવવૃંદપુર
ગાઝીપુર-ગઢીપુરી
કાનપુરના અમુક તાલુકા- નામ શોધવાનું ચાલું
આગરા- અગ્રવન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *