આખરે વડોદરાની ક્ષમાએ પોતાની જ સાથે કરી લીધા લગ્ન- ઇતિહાસમાં પહેલીવાર દુલ્હા વગર જ દુલ્હને લીધા સાત ફેરા , જુઓ લગ્નની તસ્વીરો

ગુજરાતના  વડોદરા (Vadodara, Gujarat) ની ક્ષમા બિંદુ (Kshama Bindu) એ આખરે બુધવારે પોતાની જ સાથે લગ્ન કર્યા. ક્ષમાએ અગાઉ 11 જૂને પોતાની જ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા.

વડોદરા શહેરના સુભાનપુરામાં રહેતી શમા બિંદુએ વિવાદો વચ્ચે આત્મવિવાહ કરી લીધા છે. પોતાના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં જ પોતાની સાથે લગ્ન કર્યા છે. કોઈ પંડિતજી ન મળતાં વડોદરાની શમા બિંદુએ પોતાની જાત સાથે ‘ગંધર્વવિવાહ’ કર્યા હતા અને જાતે જ મંગળસૂત્ર પહેરીને સેંથામાં સિંદૂર પૂર્યું હતું. મોબાઇલમાં વીડિયો પ્લે કરીને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. શમાના લગ્નમાં ત્રણેક મહિલા મિત્ર અને બે પુરુષ હાજર રહ્યા હતા. લગ્ન કર્યા બાદ તેને સપોર્ટ કરનાર અને લગ્નમાં હાજરી આપનાર તમામ લોકોનો સોશિયલ મીડિયા પર આભાર માન્યો હતો.

શમાએ મિત્રોની હાજરીમાં જ આત્મવિવાહ કર્યા હતા.

વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાયેલી ક્ષમા બિંદુએ આખરે પોતાને જ આપેલું વચન પૂરું કર્યું અને એક ખાસ લગ્ન સમારોહમાં લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. લગ્ન દરમિયાન હલ્દી, મહેંદીની વિધિ સાથે સાત ફેરા પણ થયા. વડોદરાના ગોત્રી સ્થિત તેમના ઘરે, ક્ષમાએ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. જોકે, આ લગ્નમાં ન તો વર હતો કે ન તો પંડિત. આ લગ્નમાં ક્ષમાના કેટલાક ખાસ મિત્રોએ પણ હાજરી આપી હતી.
પોતાની સાથે જ લગ્ન બાદ શમા ખુશ જણાતી હતી.
ક્ષમાના આત્મવિવાહનો વિરોધ થયો હતો
વડોદરાના સુભાનપુરા રોડ પર આવેલા એક ભાડાના ફ્લેટમાં રહેતી શમા બિંદુએ આત્મવિવાહ એટલે કે પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતાં વિવાદ ઊભો થયો હતો. શમાએ પહેલાં જાહેરાત કરી હતી કે હું મારી જાત સાથે જ મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કરીશ, જેનો વડોદરાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. જેથી શમાએ મંદિરમાં લગ્ન કરવાનું માંડી વાળ્યું હતું. શમાએ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની પહેલાં જ તેણે લગ્ન કરીને સૌકોઈને ચોંકાવી દીધા છે.
કોઈ વિવાદ ન થાય એ માટે બદલી તારીખ :

એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ પ્રકારના પ્રથમ લગ્ન છે. ક્ષમાએ અગાઉ 11 જૂને તેના લગ્નની જાહેરાત કરી હતી. ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહેતો હતો. આ અંગે તેના પડોશીઓએ વિરોધ કર્યો હતો. ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. ક્ષમાએ કહ્યું કે, તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેણીએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા.

ક્ષમાએ અગાઉ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતાના વિરોધ બાદ તેણે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પંડિતે લગ્નની વિધિ કરાવવાની પણ ના પાડી દીધી. આ પછી ક્ષમાએ ટેપ પર મંત્ર વગાડીને લગ્ન કરવાનું નક્કી કર્યું.

 

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી શમાએ સપોર્ટ કરનારા લોકોનો આભાર માન્યો હતો.

 

ગંધર્વવિવાહ એટલે શું?
ઈશ્વરની સાક્ષીએ ક્યાં તો કોઈ મંદિરમાં મૂર્તિના સન્મુખે અથવા તો મંદિર ન હોય તો કોઈપણ સ્થળે ઈશ્વરના નિરાકાર સ્વરૂપે ઉપસ્થિતિને સાક્ષી માની એકબીજાને હારતોરા કરીને આજીવન એકબીજાના જીવનસાથી બનવાના શપથ લઈને પરિણય સૂત્રમાં બંધાય એને પુરાતનકાળમાં ગંધર્વવિવાહ તરીકે ઓળખવામાં આવતા હતા. મહાકવિ કાલિદાસના મહાકાવ્ય અભિજ્ઞાન શાકુન્તલમમાં ગંધર્વવિવાહનો ઉલ્લેખ છે. આ મહાકાવ્યમાં રાજા દુષ્યંત અને શકુંતલા ગંધર્વવિવાહ કરે છે, જેમાં તેઓ અરણ્યમાં નદીકિનારે નિરાકાર ઈશ્વરની સાક્ષીએ એકબીજાને હારતોરા કરીને પરિણય સૂત્રમાં બંધાય છે.

ક્ષમાએ પોસ્ટ મૂકીઃ No Media Allowed
આ પહેલાં ક્ષમા બિંદુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે No Media Allowed (મીડિયાકર્મીઓએ આવવું નહીં). સાથે જ તેણે વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે કોઇપણ મીડિયાકર્મી મારા ઘર કે સોસાયટી આસપાસ ન આવે. જે લોકોને લાગે છે કે હું આ બધું (આત્મવિવાહ) પ્રસિદ્ધિ માટે કરું છું તો એવું બિલકુલ નથી. મેં તો જેવું હંમેશાંથી વિચાર્યું હતું તેવા મારે તો માત્ર સાદગીથી મારા લગ્ન કરવા હતા, પરંતુ હવે હું મારા લગ્નની વચ્ચે રાજકારણ અને મીડિયાને લાવવા માગતી નથી. જો કોઇ મીડિયા મારો ઇન્ટરવ્યુ કે ડિબેટ કરવા માગે છે તો પહેલા ફોન કે સોશિયલ મીડિયાથી મારો સંપર્ક કરે. હું તેમની સાથે ઓનલાઇન વાતચીત કરીશ.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *