ખેડા જિલ્લા ના વસોના પલાણા ગામમાં હોળીના દિવસે સળગતા અંગારા પર ચાલી ગામલોકો કરે છે પર્વની ઉજવણી

ખેડા : શ્રધ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે. આધુનિક યુગમાં પણ કેટલીક વાર એવા ચમત્કારો સર્જાતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે ગ્રામજનો હોળીના સળગતાં અંગારા ઉપર ચાલીને હોળી પર્વની ઉજવણી કરે છે.તો આવો જાણીએ શું છે સળગતા અંગારા ઉપર ચાલવાની પ્રથા..

screenshot2022 03 17 22 42 36 956012fa4d4ddec268fc 1647537507

છેલ્લા ઘણ વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને પલાણા ગામમાં આશરે 5 થી 6 હજારની વસ્તી છે. ગ્રામજનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીંના રહીશો છેલ્લા કેટલાક સમયથી લંડન-અમેરીકા તથા આફ્રિકા સ્થાયી થયેલ છે. હોળીનું પર્વ એટલે ગામમાં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. છેલ્લા ઘણા વર્ષો થી ગામની ભાગોળે હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીના દિવસે સાંજે 6 કલાકે ગ્રામ પંચાયત કચેરી પાસેથી નવયુવાન સરપંચ હાર્દિક બી.પટેલની આગેવાનીમાં ઢોલ-ઢબુકે એટલે સૌ ગ્રામજનો ભેગા થાય છે. અને ઢોલ-નગારા અને ત્રાસા સાથે સૌ ગ્રામજનો ભેગા થઇ બસ સ્ટેન્ડ ટાવર પાસે હોળી પ્રાગટય સ્થાને પહોંચે છે.

screenshot2022 03 17 22 43 20 946012fa4d4ddec268fc 1647537490

ત્યાં ભુદેવ દ્વારા શાસ્ત્રોકત પૂજન વિધિ બાદ સાંજે 7 કલાકે હોળી પ્રગટાવવામાં આવે છે. સૌ ગ્રામજનો હોળીની પ્રદિક્ષિણા કર્યા બાદ ઘરે જાય છે. જયારે યુવાનો આ હોળી સંપૂર્ણ પ્રગટી ગયા બાદ અંગારા લોખંડના તાર વડે પાથરે છે. રાત્રે નવ વાગે ફરી સંપૂર્ણ હોળીની જગ્યાએ એકઠા થઇ ત્યારબાદ મોટા અંગારા ઉપર હસતા-રમતાં યુવાનો યુવાન-યુવતીઓ ચાલે છે.

img 20220317 wa0123 1647537469

આ સળગતાં અંગારા પર ચાલતા ગ્રામજનો જોવા સમગ્ર ખેડા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. તેમજ હોળીને તહેવારને ધ્યાનમાં લઇને સુંદર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં દૂધની ડેરીના કમ્પાઉન્ડમાં ચગડોળ-ટોરાટોરા તેમજ અન્ય ખાણીપીની લારીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હોળીના સળગતા અંગારા આશરે 35થી 40 ફુટ જેટલી ગોળાઈમાં હોળીના અંગારા ઉપર ગ્રામજનો ચાલે છે.  

 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *