Virat Kohli : વિરાટ કોહલીએ જાહેરાત કરી – ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડશે

996010 virat kohli

 

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. દુબઈમાં રમાનાર આઈસીસી ટી20 વિશ્વકપ બાદ વિરાટ કોહલી ટી20 ટીમનો કેપ્ટન રહેશે નહીં. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મેં કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સાથે પણ વાત કરી છે. વિરાટે પોતાના નિર્ણયની જાણકારી બીસીસીઆઈને પણ આપી દીધી છે. 

છેલ્લા કેટલાક સમયથી કોહલીની કેપ્ટનશિપ છોડવાને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ બીસીસીઆઈના અધિકારીઓએ આ રેપોર્ટને નકારી દીધા હતા. દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોહલી ટી20 વિશ્વકપ બાદ ટી20 ક્રિકેટમાં ટીમની કમાન છોડી દેશે. તેના સ્થાને રોહિત શર્મા નવો કેપ્ટન બની શકે છે. હવે વિરાટ કોહલીએ સત્તાવાર જાહેરાત કરી પોતાની કેપ્ટનશિપ છોડવાનું કહ્યુ છે. 

સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં વિરાટ કોહલીએ કહ્યું કે તેણે આ નિર્ણય ખૂબ જ કાળજીપૂર્વક લીધો છે. તેમણે કહ્યું કે કામનો બોજ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!