- WhatsApp પર નવુ ફિચર જોડાઈ ગયું છે. એપ પર પ્રાઈવસી કંટ્રોલનું નવુ ફિચર આવી ગયું છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફિચર્સ જોડી રહ્યું છે. એપે હાલમાં જ એન્ડ્રોયડ સાથે iOS પર ચેટ બેકઅપનું ફિચર જોડ્યું છે. તે ઉપરાંત ગ્રુપ મેમ્બર્સની લિમિટને વધારવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર હવે તમે વધારે મોટી ફાઈલ્સને ટ્રાન્સફર કરી શકો છો. એવામાં તમામ નવા ફિચર્સ WhatsApp પર આવી ચુક્યા છે.
એપ પર પ્રાઈવસી સાથે જોડાયેલુ એક એવુ ફિચર આવ્યું છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે તમે પોતાની મરજીથી નક્કી કરી શકો કે કોણ તમારો પ્રાઈવેટ ફોટો, અબાઉટ અને લાસ્ટ સીન જોઈ શકે છે.
તેના પર પણ તમારા સ્ટેટસની જેમ નવો ઓપ્શન મળી ગયો છે. જેની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ પ્રોફાઈલ ફોટો નહીં જોઈ શકે. આવો જાણીએ વોટ્સએપના લેટેસ્ટ ફિચરની ડિટેલ્સ.
કેવું છે નવું ફિચર ?
વોટ્સએપ પર અત્યાર સુધી તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ માટે ત્રણ ઓપ્શન મળતા હતા. પ્રાઈવસી સેટિંગમાં તમે આ ફિચર્સ માટે Everyone, My Contacts અને Nobody ઓપ્શનનો જ યુઝ કરી શકતા હતા.
એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન આપ્યો છે. જે છે My Contacts Except. એટલે કે યુઝર્સના કંટ્રોલમાં હશે કે કોણ તેમનો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ જોઈ શકે છે. આ ફિચર એન્ડ્રોયડ iOS બન્ને યુઝર્સ માટે જાહેર કરી દેવામાં આવ્યા છે.
આ રીતે કરી શકો છો સેટિંગ :
જો તમે એક એન્ડ્રોયડ યુઝર છો તો આ ફિચરને યુઝ કરવા માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવાના રહેશે. સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે. ત્યાં તમને More options > Settings > Account > Privacy પર જવાનું રહેશે. હવે તમારે પ્રોફાઈલ ફોટોથી લઈને લાસ્ટ સીન સુધી દરેક ફિચર માટે ચાર ઓપ્શન મળશે.
અહીં જો તમે iOS યુઝર છો તો તમારે Settings > Account > Privacy પર જવાનું રહેશે. ત્યાર બાદ તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન મળશે. અહીંથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારી પ્રોફાઈલ ફોટો જોઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો