વજન ઘટાડવા પ્રયાસ કરતાં લોકો બ્રાઉન વસ્તુઓને પ્રથામિકતા આપે છે. શું ખરેખર બ્રાઉન ફૂડ (Brown Food) વજન ઘટાવમાં અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે, આ સવાલ મોટાભાગના લોકોને થાય છે. આ અંગે તમામ ફેક્ટ્સ જાણી લેવા જરૂરી છે. જેથી તેનો લાભ મળી શકે.
બ્રાઉન ફૂડને પોષ્ટિકતાની રીતે વધુ મહત્વ આપવામાં આવે છે અને તેની કિંમત પણ સામાન્ય રીતે અન્ય વસ્તુઓ કરતાં થોડી વધુ હોય છે. બ્રાઉન ફૂડ્સને ડાયટમાં સામેલ કરવાના ફાયદા શું છે? ચાલો જાણીએ…
બ્રાઉન ફૂડથી મળતાં લાભ
જો તમે વજન ઘટાડવા (weight loss) માંગો છો, તો વાઇટ ફૂટ (white food)ની જગ્યાએ બ્રાઉન ફૂડ લેવું વધુ લાભદાયી છે. બ્રાઉન ફૂડ જેમ કે, બ્રાઉન બ્રેડ, બ્રાઉન પાસ્તા, બ્રાઉન શુગર, બ્રાઉન એગને ડાયટમાં સામેલ કરવા લાભદાયી હોય છે. આ સુપર ફૂડ ફાઇબર, વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. જો હેલ્થી અને ફિટ રહેવા માંગો છો તો બ્રાઉન ફૂડને ડાયટમાં સામેલ કરવા જરૂરી છે.
બ્રાઉન ફૂડ કેમ છે શ્રેષ્ઠ
- બ્રાઉન અને વાઇટ ફૂડમાં કેલરી તો લગભગ સરખી જ હોય છે, પરંતુ વાઇટ ફૂડને લાસ્ટ સ્ટેપ સુધી પહોંચતાં પહેલાં ઘણી પ્રોસેસ કરવાની જરૂર પડે છે. આથી તેના પોષક તત્વ ઘણા ઓછા થઇ જાય છે અને શરીર માટે અનહેલ્થી બની જાય છે.
- જ્યારે બ્રાઉન ફૂડને વધુ પ્રોસેસ કરાતાં નથી અને આથી શરીરને પોષ્ટિક તત્વ જેવા કે પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વ મળે છે. આ પ્રકારના ફૂડ્સને ડાયટમાં સામેલ કરવાથી વ્યક્તિ ફિટ અને હેલ્થી રહે છે. સાથે જ સાથે વજન પણ વધતું નથી.
- બ્રાઉન ફૂડમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતું નથી. આનાથી ઓવર ઇટિંગ કરવાથી બચી શકાય છે અને વજન પણ ઘટાડી શકાય છે.
- જોકે, બ્રાઉન વસ્તુઓને પણ પ્રમાણસર લેવાથી જ વજન ઘટાડી શકાય છે. આથી પોતાની ફિઝિકલ કન્ડીશન અને ડાયટને લઇને એક્સપર્ટ સાથે વાત કરો અને તેના આધારે જ બ્રાઉન ફૂડને ડાયટમાં સામેલ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો